________________
પરદેશના માણસોને વેશ લઈને, બહુરૂપીઓ થઈને દેવ નગરમાં આમ તેમ ટહેલે છે."
અને પ્રોટયુઝ અને થેટિસની કોઈએ નિંદા કરવાની નથી; તેમ જ, કરુણરસપ્રધાન નાટક કે કાવ્યના બીજા કોઈ પ્રકારમાં હીરીને હેત્રીના વેશે–
“આગેસમાં આવેલી ઇમેકસ નદીની જીવન અર્પનાર પુત્રીઓ માટે –
ભીખ માગતી કેઈએ આલેખવાની નથી–આ (૬) પ્રકારનું એક એક પણ જુઠ્ઠાણું આપણને ન જોઈએ. તેમજ કવિઓના પ્રભાવને વશ વર્તા, આ કથાઓના પર ખરાબ અર્થ ઠેકી બેસાડી—કેટલાએક દેવ “રાત્રે તેઓ કહે છે તેમ, “જુદા જુદા સ્વરૂપે અને પરદેશીઓ જેવા દેખાતા બહાર ફરવા નીકળી પડે છે” એમ કહીને પિતાનાં બાળકને બીવડાવે એવી માતાઓ પણ આપણે ન જોઈએ; પરંતુ રખેને પોતાનાં છોકરાંઓને બીકણ કરી ન મૂકે તથા સાથે સાથે દેવોનું અવમાન ન કરે એની એમને સંભાળ રાખવા દે.
તેણે કહ્યું : પ્રભુ કરે ને એમ ન થાય.
પરંતુ દે× પોતે જે કે પરિવર્તનશીલ નથી, તો પણ છલ કે મેલી વિદ્યાથી, તેઓ વિવિધ રૂપે દેખા દે છે એમ શું તેઓ આપણને માનવા દે ખરા ?
તેણે જવાબ આપે : કદાચ.
વારું, પણ તમે એમ કહપી શકે છે કે ઈશ્વર x શું વાચાથી કે શું કર્મથી, જુઠું બોલે, અથવા પિતાની છાયારૂપ ભૂત સજે ? (૩૮૨) તેણે જવાબ આપે કેણ જાણે!
? : Homer : Odyssey XVII-485 * સરખાવો : લેઝ : પુ. ૧૧
* અહીં gods એમ બહુવચન વપરાયું છે. God માટે ઈશ્વર અને gods માટે દેવ શબ્દ વાપર્યા છે.