________________
૩૭
.
“નસીબની ચિઠ્ઠીઓનાં ભરેલાં કયુસના ઉમરા પાસે પડ્યાં છે,
એક ઇષ્ટની અને બીજું પીપ અનિષ્ટની ચિઠ્ઠીઓનું? અને જેને ઝયુસ બન્નેનું મિશ્રણ કરીને આપે છે, તેને
કોઈ વાર અનિષ્ટ ભાવિ તો કોઈ વાર ઇષ્ટ મળે છે;” પરંતુ જેને એ નિર્ભેળ દુખનું પાત્ર ભરીને આપે છે
તેને રમણીય પૃથ્વી પર તીવ્ર સુધા રઝળાવે છે.” (૪) અને વળી–
આપણું ઈષ્ટ અને અનિષ્ટનો જે વિધાતા ઝયુસ.” અને જો કોઈ એમ પ્રતિપાદન કરે, કે જે શપથ અને સંધિને ભંગ ખરું જોતાં પેન્ડેરસેર કર્યો હતો તે એથીની અને ઝઘુસને લીધે થવા પાસે હતો, અથવા થેમીસ અને કયુસેક દેવોને ટંટા અને લડાઈ કરવા ઉશ્કેર્યા, તે તેને આપણી સંમતિ નહિ જ મળે; તેમ જ આપણું જુવાનિયાઓને ઇરસ્કાઈલસના શબ્દો આપણે સાંભળવા નહિ દઈએ, (જેવા) કે
(૩૮૦) “ જ્યારે ઈશ્વરને કોઈ પણ પેઢીને સમૂળ ઉચ્છેદ કરવો હોય છે ત્યારે લેકમાં એ પાપવૃત્તિ રોપે છે.” અને ઉપરની લીટીઓ જે કરુણ રસપ્રધાન કરવામાં આવે છે એ કાવ્યના વિષય વિશે-નાઈએબીનાં દુઃખ વિશે, અથવા પેલસના વંશ વિશે, કે ટ્રોયની લડાઈ વિશે અથવા એના જેવા કોઈ બીજા વિષય પર જે કોઈ કવિ કંઈ લખે છે, કાં તો આ બધાં ઈશ્વરનાં જ કૃત્ય છે એમ આપણે એને કહેવા નહિ દઈએ. અથવા જે એ ઈશ્વરનાં જ હેય, તો આપણે જે રીતે મથી રહ્યા છીએ એ રીતે એણે એને ઘટાવવાં જોઈએ; એણે એમ કહેવું જોઈએ કે જેમાં ધર્મ અને સત્ય
૧: Iliad: xxiv, 527; ૨: Ibid : ji 69; ૩: Ibid: XX
# Traegedy in which those iambic verses occur-104 પંક્તિનાં ચરણોમાં લઘુ ગુરુ, લઘુ ગુરુ એવો નિયમ જળવાતો હોય તે તેને આયમ્બિક' વૃત્ત કહે છે-લધુ એટલે થડકારા વગરનો, ગુરુ એટલે થડકારાવાળે.