________________
પરિચ્છેદ ૧ મારી વિનંતીનો તમે અસ્વીકાર ન કરે, પણ અમારે ઘેર જ તમે રહે, અને આ જુવાનિયાઓને તમારે સત્સંગ આપે; આપણે જૂના મિત્રો છીએ અને અમારી સાથે તમને સાવ ઘર જેમ ગોઠી જશે.
મેં જવાબ આપેઃ સેફેલસ! વૃદ્ધ પુરુષો સાથે વાતો કરવા જેટલું મને પિતાને બીજું કશું ગમતું નથી. કારણ જે રસ્તે મારે પણ કદાચ જવું પડે તે રસ્તે જેમણે મજલ કાપી છે, અને “રસ્તો સરલ અને સહેલું છે કે મુશ્કેલ અને ખરબચડે છે” એ (૪) વિશે જે મુસાફરોને ભારે પૂછવું જોઈએ તેવા હું તેમને ગણું છું. અને જેને કવિઓ “ઊત્તરાવસ્થાને મરે” કહે છે, તે ઉમ્મરે તમે પહોંચ્યા છે તે તમને એક પ્રશ્ન પૂછવાનું મને મન થાય છે– શું અંત પાસે આવે તેમ તેમ જીવન વધારે દુઃસહ થાય છે, અથવા, તમે પોતે શું માને છે ?
(૩૨૯) તેણે કહ્યું ; સેક્રેટિસ, મને પોતાને કેવી લાગણી થાય છે તે હું તમને કહીશ. મારી ઉમ્મરના માણસો ટોળે મળી એકઠા થાય છે. કહેવતમાં છે તેમ અમે એક જ પીંછાનાં પંખીઓ છીએ, અને અમે મળીએ, ત્યારે સામાન્ય રીતે આમારામાંના ઘણખરાની આ એક જ ફરિયાદ હોય છે, કે–મારાથી ખવાતું નથી, મારાથી પીવાતું નથી. જુવાનીનાં અને પ્રેમનાં સુખે દૂર ઊડી ગયાં છે; એક વાર અમુક ઉંમરે અમે સુખી હતા, પણ (7)–તે gિ ન વિના માતા અને અત્યારે જીવન એ જીવન રહ્યું નથી. સગાસંબંધીઓ તેમના પર અપમાન લાદે છે તે વિશે કેટલાએક ફરિયાદ કરે છે, અને વૃદ્ધાવસ્થા કેટલાં કેટલાં અનિષ્ટોનું કારણ છે તે વિશે દિલગીર થઈ તેઓ લાંબું લાંબું બોલ્યા કરે છે. પણ, સેક્રેટિસ, મને લાગે છે કે જેને કશે દોષ નથી તેને આ બધા વાંક કાઢે છે. કારણ જે વૃદ્ધાવસ્થા જ આ બધાનું કારણ હોય, તે હું વૃદ્ધ છું તેથી મને અને બીજા દરેક વૃદ્ધ માણસને, એમને લાગે છે એમ જ લાગતું હેત. પણ હું જેમને ઓળખું છું તેમને અને મારે અનુભવ જુદે છે.