________________
૩૬
હોતા નથી, ( પણ ન છૂટકે જ મિષ્ઠ અને છે. )—સિવાય કે દૈવવશાત્ એવા કાઈ હોય, જેના અંતરાત્મામાં અધમ તરફના ધિક્કારની સાહજિક પ્રેરણા રહેલી હેાય અથવા જેણે સત્યનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હાય — પણ એ સિવાય) બીજો કાઈ નહિ. ભીરુતા, નબળાઈ કે વૃદ્ધાવસ્થાને લીધે જેનામાં અધમી થવાની શક્તિ હાતી નથી, એ જ અધર્મીને દોષ દે છે; અને જ્યારે એને સત્તા (કે શક્તિ) મળે છે, ત્યારે તરત પેાતાથી થવાય તેટલા અધર્મી એ થાય છે એ હકીકત પરથી આ સિદ્ધ થાય છે.
સાક્રેટિસ, ધના પ્રશંસા હોવાના દાવા કરે છે એ બધા— જેમનું કંઈ પણ સ્મરણચિહ્ન આપણે (૩) માટે સચવાઈ રહ્યું છે એવા પ્રાચીન વીરપુરુષાથી માંડીને ઠેઠ આપણા સમકાલીન માણસે સુધી–માંના કાઈ એ પણુ, ધર્માંધ'માંથી જે કીર્તિ સત્કાર કે લાભે વહે છે એને દૃષ્ટિમાંથી દૂર રાખીને ધર્મની પ્રશંસા કરી નથી કે અધર્મને દોષિત ગણ્યા નથી—એમ અમને ખબર પડે છે, ત્યારે અમને કેટલે અચ થાય છે એ વિશે મારા ભાઈ અને હું તમને વાત કરતા હતા, ત્યારે—દલીલની શરૂઆતમાં જ આ બધાના કારણના અમે નિર્દેશ કર્યાં હતા. માનવનાં કે દેવનાં ચક્ષુને પણ અદૃશ્ય એવા આત્મામાં વસતા ધર્માંધનું ખરું તાત્ત્વિક સ્વરૂપ કેવું છે, તેનું ગદ્યમાં કે પદ્યમાં કાઈ એ કાઈ દિવસ પૂરું વષઁન કર્યું" નથી, કે—મનુષ્યની અંદર છે એવી એના આત્માની તમામ વસ્તુ કરતાં, ધર્માં સૌથી મહાન દષ્ટ વસ્તુ છે અને અધર્માં સૌથી મહાન અનિષ્ટ છે એમ સાબીત કર્યુ (૩૬૭) નથી. જો સર્વાંમાન્ય રીતે આ વસ્તુનાં જ ( બધે ) ગાન થતાં હોત, અમારી યુવાવસ્થાથી માંડીને આ વાતની સમજૂત આપવાની તમે કાળજી રાખી હાત તેા ખીજો ખાટું કરે છે કે નહિ તે બાબત અમે એકખીજા પર ચાકી કરતા ન હેાત, પણ દરેક પાતપેાતાના જ ચેાકીદાર થયા હોત; કારણ જો કાઈ ખોટું કરે, તે સૌથી મહાન અનિષ્ટને તે પેાતામાં સ્થાન આપે છે એવી એને ભીતિ લાગત.