________________
'૮૫
ત્યારે આ જરૂરિયાતને લીધે આપણું નગરરાજ્યમાં પરચૂરણ વેપાર કરનાર દુકાનદારને વર્ગ ઉમે થશે. ચોટામાં બેસીને જે વેચવા લેવાનું કામ કરે છે એને શું આપણે “દુકાનદારનું નામ આપતા નથી * જ્યારે એક નગરથી બીજે નગર (વેપાર અર્થે ) ભ્રમણ કરનારને આપણે વેપારી કહીએ છીએ.
તેણે કહ્યું: હા.
(૬) અને વળી નોકરેનો એક નિરાળો વર્ગ પણ હશે. જેમની બૌદ્ધિક ભૂમિકા ભાગ્યે જ (એટલી ઊંચી હશે) કે તેમની સાથે સહચાર સાધી શકાય; છતાં મજૂરી કરવાનું શારીરિક બળ તેમનામાં પુષ્કળ હોય છે, જે (બળ) તેઓ વેચે છે અને તેથી હું ભૂલતો ન હોઉં તો તેઓ “રોજીંદા” કહેવાય છે,– કારણ એમની મજૂરીની જે કિંમત આવે છે એ “ર ” કહેવાય છે.
ખરું.
ત્યારે આપણી વસ્તીને બાકીને ભાગ ભાડૂતી મજૂરેથી ભરાઈ જશે ?
હા.
અને હવે ઍડેઈમેન્ટસ, આપણું નગર રાજ્ય પરિપકવ અને પૂર્ણ થયું, કે નહિ?
હું માનું છું કે થયું.
ત્યારે ધર્મ ક્યાં છે અને અધર્મ ક્યાં છે, અને રાજ્યના કયા અંગમાંથી એ ઊગ્યા ?
(૩૨) ઘણુંખરું પુરવાસીઓની એકબીજાની લેવડદેવડમાંથી. બીજે ક્યાંયથી એ જડી આવવાનો સંભવ વધારે હોય એમ હું કટપી શકતો નથી.
* પરચૂરણ વેપારમાંથી ઊભાં થતાં અનિષ્ટો માટે જુઓ લૅઝ'પુ ૧૦-૯૧૮,
ઝદહાડિયા, રાજંદા. ઘરખેડ કરનાર ધણને ખેતરમાં મદદ કરનાર (પિતાની જેને જમીન જ નહિ તે) ઊભડિયા.