________________
૮૪
પરિચછેદ ૨ આયાત અને નિકાસ કરનાર–જેઓ વેપારીઓ કહેવાય છે, એમની જ હમણાં પડતી મૂકીએ તોપણ?
હા. મેં પછી.આપણને વેપારીઓની પણ જરૂર પડશે ? પડશે કે
(૪) અને જે દરિયાપાર માલ લઈ જવો પડે એમ હોય, તો નિપુણ ખલાસીઓ પણ ઘણા જ જોઈશે.
હા, ઘણું જોઈશે.
વળી પિતાના નગર રાજ્યમાં (આપણે આટલે સુધી આવ્યા તો) તેઓ ઉત્પન્ન કરેલા માલની લેવડદેવડ કેવી રીતે કરશે ? તમને યાદ તો હશે કે આ લેકેને આપણે સમાજનું અને નગર રાજ્યનું બંધારણ આપ્યું એના મુખ્ય હેતુઓ મને એક એ હતું કે ઉત્પન્નની આપ-લે થઈ શકે.
એ લેકે વેચશે અને ખરીદશે એટલું સ્પષ્ટ છે.
(ક) હવે ધારે કે કઈ ખેડૂત કે કારીગર પોતે ઉત્પન્ન કરેલી કોઈ ચીજ બજારમાં લાવે છે, અને તે એવે વખતે આવે કે જ્યારે એની સાથે બદલે કરવાને કોઈ માણસ હાજર ન હોય તો શું એણે પિતાને ધંધે પડતો મૂકો અને બજારમાં નકામા બેસી રહેવું ? - બિલકુલ નહિ; ત્યાં એની જરૂરિયાત જોઈને એનો માલ વેચવાનું માથે લે એવા લોકો એને મળી રહેશે. સુવ્યવસ્થિત રાજ્યમાં જેઓ શારીરિક સંપત્તિમાં અત્યંત દુર્બલ હશે અને એ કારણે જે બીજા કોઈ પણ કામ માટે ઓછા ઉપયોગના હશે, તેઓ જ (૩) આ કામ કરશે.* બજારમાં રહીને જેઓ વેચવા ઈચ્છતા હોય તેમની પાસેથી માલના બદલામાં નાણાં આપવાનું અને જેમને ખરીદી કરવાની ઇચ્છા હોય તેમની પાસેથી નાણાં લેવાનું એમનું કામ રહેશે.
* સરખાવો નીચે. પરિ-૬-૪૫-