________________
૨
ગ્લાઉકોન વચ્ચે બોલી ઉઠ્યો : પણ એક સ્વાદિષ્ટ વસ્તુ તે તમે એમના ભાણામાં પીરસી નથી !
જવાબ આપ્યો : ખરું હું ભૂલી ગયે; અલબત્ત સ્વાદ આપે એવું તો એમને કંઈક જોઈએ જ–મીઠું અને ઓલિવ અને પનીર તથા ગામડિયા લેકે તૈયાર કરે છે તેવાં બાફેલાં કંદમૂળ અને પાલે; જમ્યા પછી જે ફળાદિ ખાવાં જોઈએ તે માટે આપણે એમને ચણું, વટાણું અને અંજીર આપીશું; અને કેટલાંક ફળ + તેઓ ભાઠામાં શેકશે અને મિતાહારી રહી દારુ () પીશે. અને આવા પથ્ય ખોરાકને લીધે, પાકી વૃદ્ધાવસ્થા પર્યત આરોગ્ય અને શાંતિમાં તેઓ જીવન ગુજારશે, અને પિતા પછી પિતાનાં બાળકોને એવા જ પ્રકારનું જીવન વારસામાં આપતા જશે એમ આપણે આશા રાખી શકીએ.
તેણે કહ્યું સેક્રેટિસ, બરાબર, અને ભૂંડના નગરને માટે જે તમારે બધી સામગ્રી એકઠી કરવાની હોય, તો એ પશુઓને તમે આ સિવાય બીજો કયે ખેરાક આપી શકે ?
મેં જવાબ આપો : પણ તમારે જોઈએ શું?
તેણે કહ્યું " શું કેમ, તમારે એમને જીવનની સામાન્ય સગવડ આ પવી જોઈએ, લોકોને સુખી થવા દેવા હોય તો ટેબલ પર જમવાની અને પલંગ પર સુવાની એમને ટેવ પણ હોય. અને આજની રીતિએ () એમને મિષ્ટાન્નો તથા તીખી તમતમતી ચીજો પણ મળવી જોઈએ *
મેં કહ્યું : હા, હવે હું સમજે ઃ માત્ર હરકેઈ રાજ્ય નહિ, પરંતુ વિલાસી રાજ્ય કેવી રીતે ઉત્પન્ન થાય છે એ પ્રશ્નને વિચાર મારી પાસે તમે કરાવવા માગે છે, અને કદાચ એમાં કંઈ નુકસાન નથી, કારણ ધર્મ અને અધર્મ કેવી રીતે ઉત્પન્ન થાય છે એ જોવાને સંભવ એવા રાજ્યમાં વધારે છે. મારા અભિપ્રાય અનુસાર મેં જે
-+Myrt!e-berries and Acord. * મુદ્દો. ૪-૫ વિલાસી રાજ્યની ઉત્પત્તિ, ભૂડોનું નગર = વિલાસ વગરના સાદા જીવનને મૂર્ત કરતું રાજ્ય.