________________
પરિછેદ ર
મેં કહ્યું : હું ખાત્રીથી કહું છું કે તમારી સૂચના ખરી છે. પરીક્ષણમાંથી પાછા ન હઠતાં આપણે એ મુદ્દા પર વધારે વિચાર ચલાવીએ તો સારું.
હવે આપણે એમને આ રીતે સ્થાપ્યા છે તો, એમનું જીવન કેવા પ્રકારનું હશે એ વિશે સૌથી પહેલાં આપણે વિચાર કરીએ. તેઓ શું અનાજ, આસવ, * કપડાં અને જેડા ઉત્પન્ન નહિ કરે, અને પિતાને માટે શું ઘર નહિ બાંધે ? અને એમને રહેવાને ઘર મળ્યા પછી તેઓ ઉનાળામાં સામાન્ય રીતે ખૂલા ડીલે અને ઉઘાડે પગે, પરંતુ (વ) શિયાળામાં જેડા તથા સારી રીતે કપડાં પહેરીને કામ કરશે. ઘઉંના તથા જવના લોટને મસળીને, ઉત્તમ રોટલી કે રેટલાઓ કરી. પકાવીને તેઓ ખાશે; અને કાં તો બરૂની સાદડી પર અથવા સ્વચ્છ પાંદડાં પર આ બધું પીરસવામાં આવશે, અને એ વખતે તેઓ તો “યુ” અને “મીટેલ’ના ઘાસથી આચ્છાદિત કરેલા બિછાના પર આડા પડ્યા હશે.૪ અને આ રીતે) એકબીજાની સાથે સુખે વાત કરતા, દેવોની પ્રશંસાનાં ગીત ગાતા, તેઓ અને તેમનાં બાળકો માથે ફૂલની માળા પહેરીને, જાતે જ બનાવેલે દારુ () પીતા પીતા મિજબાની કરશે. અને ગરીબાઈમાં કે લડાઈમાં તેઓ સપડાઈ ન જાય તથા ભરણપોષણ કરી ન શકાય તેના કરતાં પોતાના કુટુંબો મોટાં ન થઈ જાય એની તેઓ સંભાળ રાખશે.
• લીલાં ફળ મેવો, શાકભાજી, તેલ, મસાલા, એ પણ ગ્રીક જીવનમાં અગત્યનાં હતાં. તે સર્વ અન્ન વર્ગમાં અર્થાત ખેતીની નીપજમાં આવી ગયાં ગણાય; ચામડાં, રેસા આદિ કપડાં જેડાના વર્ગમાં આવી જાય. અને બાંધવાની સામગ્રીમાં ગાડાં, ગાડી, વહાણ આદિ માટેની સામગ્રી પણ આવી જાય. એ ઉપર સંભારાઈ ગયાં છે. એટલે ખનીજ પણ છેક ભૂલાયાં તે નહિ. પણ જુઓ આગળ “વિલાસરોગી” રાજ્યના વર્ણનમાં.
ગ્રીક રામન રિવાજ આમ આડા લેટીને જમવાને હતે.