________________
પરિછેદ ૨
તમે શું કહેવા માગો છો?
મારા કહેવાને ભાવાર્થ એ છે કે એ બન્ને (નગર–રક્ષક અને કૂતરે) જવામાં ચપળ હોવા જોઈએ, અને દુશ્મનને જુએ ત્યારે એને પકડી પાડવામાં ત્વરિત ગતિવાળા હોવા જોઈએ અને તેને પકડ્યા પછી જે એની સાથે લડવું પડે, તે તેઓ મજબૂત પણ હોવા જોઈએ.
તેણે જવાબ આપે : આ બધા ગુણ અવશ્ય એમનામાં હોવા જ જોઈએ.
વારુ, અને સારી રીતે લડવા માટે તમારે પાલક શુરવીર હવે જોઈએ ?
અવશ્ય.
જેનામાં કંઈ પ્રાણુ ન હોય, પછી ભલે એ ઘડે, કૂતરે કે બીજું કાઈ પ્રાણી હોય,– તે શું એ શુરવીર હવાને (૨) સંભવ છે ? પ્રાણ કેટલો બધો અજેય અને અદમ્ય હોય છે, તથા એ હોય છે, તો કોઈ પણ પ્રાણીને આત્મા કેટલે અભય અને સત્ત્વશાળી હોય છે. એ તમે કદી જોયું છે ?
જોયું છે.
ત્યારે પાલકમાં જે શારીરિક શક્તિઓ હોવી જોઈએ એ વિશેને આપણે ખ્યાલ હવે સ્પષ્ટ થયું છે.
ખરું.
અને માનસિક શક્તિઓનો પણ– એને આત્મા પ્રાણથી ભરપૂર હશે ખરું?
હા.
પરંતુ આવા પ્રાણવાન સ્વભાવનાં માણસ અંદરઅંદર તથા બીજાં બધાંઓની પ્રત્યે જંગલી બની જાય એ શું સંભવ નથી ?
*પ્લેટોના ચિત્તશાસ્ત્રનાં મૂળ તો: Spiritઃ પ્રાણઃ Gr. “Th umo s'.