________________
પરિછેદ ૨ * તેમજ જે અંદર અંદર લડવાની ટેવ બધા કરતાં હીનમાં હીન છે એમ આપણું ભવિષ્યના પાલકો માને એવું આપણે ઇરછતા હોઈએ, તે દેવોમાં એકબીજાની વિરુદ્ધ થતી લડતો કે કાવત્રાઓ અને સ્વર્ગમાં થતા (૪) વિગ્રહ વિશેને એક શબ્દ પણ એમને કાને પડે ન જોઈએ, કારણ એ બધું ખરું નથી. નહિ જ. રાક્ષસોની લડાઈઓને આપણે ઉલ્લેખ નહિ કરીએ, અથવા વસ્ત્રો પર એનું ભરતકામ પણ ભરાવા નહિ દઈએ;૪ અને એમના મિત્રો તથા સગાંઓ સાથેના દેવ અને વીર પુરુષોના બીજા અસંખ્ય કજિયા વિશે પણ આપણે મૌન સેવીશું. જો તેઓ આપણે માત્ર માને તે આપણે એમને કહીશું કે કલેશ કરવો એ અપવિત્ર છે, (૪) અને આજ સુધી નગરવાસીઓ વચ્ચે કદી કલેશ થયો નથી; વૃદ્ધ પુરુષો અને સ્ત્રીઓએ, બાળકને જે કંઈ કહેવાનું હોય તેની શરૂઆત આ વાતથી કરવી જોઈએ, અને જ્યારે એ મોટાં થાય ત્યારે કવિઓ પણ આ જ અર્થની એમને માટે કવિતા કરે એમ આપણે કહેવું જોઈએ. પરંતુ વાર્તાઓમાંથી લાક્ષણિક અર્થ નીકળે છે એમ માનવામાં આવતું હોય કે નહિ, તે પણ– હેફિટેસ પોતાની માતા હીરીને બાંધે છે એ કથા, અથવા બીજા એક પ્રસંગે હીરીને માર મારવામાં આવે છે ત્યારે એને પક્ષ લેવા માટે હેફિસ્ટસને ઝયુસ કેવો હવામાં ફેંકી દે છે તે, તથા હોમરમાં મળી આવતી દેવની લડાઈઓ–આવી કથાઓ આપણા રાજ્યમાં દાખલ થવા દેવી ન જોઈએ. કારણ મૂલ અર્થ કો અને (૬) લાક્ષણિક અર્થ કે, એને નિર્ણય માણસ નાનપણમાં ન કરી શકે; નાની ઉંમરે માણસના મનમાં જે કંઈ પેસે છે એનો લોપ કે પરિવર્તન ઘણુંખરું થતું નથી અને તેથી જે વાત નાનાં બાળકે સૌથી પહેલાં સાંભળે એ સદગુણથી ભરેલા વિચારોના આદર્શરૂપ હોવી જોઈએ એ અત્યંત આવશ્યક છે.
તેણે જવાબ આપે? પણ એવા આદર્શો ક્યાં મળી આવે, ૪ જુઓ “ઊંઝ” પુ. ૧૦-૮૮૬, .
'