________________
. તેણે કહ્યુંઃ હા, એવી વસ્તુ જરૂર અતિશય દૂષિત ગણાય, પણ તમે કહે છે એવી કથાઓ કઈ છે?
મેં કહ્યુંઃ સૌથી પહેલાં તો યુરેનસ વિશે કવિએ જે કહ્યું છે તે ઉચ્ચ વિભૂતિઓ વિશે બોલાયેલાં જુઠ્ઠાણુંઓમાં સૌથી મહાન જુઠ્ઠાણું હતું, એટલું જ નહિ–વળી એ ખરાબ જુઠ્ઠાણું હતું- યુરેનસે જે કર્યું અને કાનસે એનું કેવી રીતે વેર લીધું એ વિશે હિસિયડે જે કહ્યું છે.' (૩૭૮) તે મારો કહેવાને ભાવાર્થ છે. ક્રોનસનાં કૃત્ય, અને એના પુત્રે, (પિતાને) વારો આવ્યો ત્યારે એના પર જે દુઃખ નાંખ્યું એ બધું ખરું હોય તો પણ, નાનાં અને અવિચારી બાળકે પાસે, જાણે એમાં કશું ખરાબ ન હોય એ રીતે, એ કહેવાવું ન જોઈએ; જે શક્ય હોય તો મૌનભાવે એને દફનાવી દેવાય તો વધારે સારું. પરંતુ (છેવટે) એને ઉલ્લેખ કરવાની અત્યંત જરૂર પડે, તો ગુપ્ત સંપ્રદાયના છેડા ચુનંદા લેકે જ ભલે એ સાંભળે; અને યજ્ઞ વખતે પણ તેમણે સામાન્ય [એલ્યુઝિનિયન ] ડુક્કરને નહિ પણ કોઈ મોટા અને દુપ્રાપ્ય પ્રાણુને જ બલિ આપવો કે જેથી એના શ્રોતાજનોની સંખ્યા ખરેખર ઘણી જ અ૫ થઈ જશે.
તેણે કહ્યું : કેમ, હાસ્તો, એ વાતો અત્યંત વાંધાભરેલી છે.
(૨) હા, એડેઈમેન્ટસ, આપણું રાજ્યમાં એવી વાત કહેવા દેવામાં નહિ આવે; ખરાબમાં ખરાબ ગુહ્નો કરવામાં એ કશું દારુણ કૃત્ય કરતું નથી એવું, તથા એને બાપ કંઈ ખોટું કરે અને એ પિતાના બાપને જ કોઈ પણ પ્રકારે શિક્ષા કરે, તે ( એમ કરવામાં)
એ માત્ર દેવોમાં સૌથી મહાન અને અગ્રગણ્ય એવાનું જ અનુકરણ કરે છે–એવું કાચી વયના બાળકને કહેવું ન જોઈએ. * તેણે કહ્યું હું તમારી સાથે તદ્દન સંમત થાઉં છું. મારા અભિપ્રાય પ્રમાણે એવી વાતોની પુનરુક્તિ તદ્દન અયોગ્ય છે.
9 : Hesiod : Tbeogopy, 154-459.