________________
૩૧૫
3
ધરની બહારના ભાગમાં અને પગથારમાં સદ્ગુણના આભાસ હાય ( તેવું ) એક ચિત્ર મારી ચારે બાજુ હું ઊભું કરીશ. (ધરની ) પાછળ (ના ભાગમાં) મહાન દૃષ્ટા આર્કિલાકસ ભલામણ કરે છે તેમ, ચતુર અને કુટિલ શિયાળને હું અનુસરીશ. પણ કાઈકને હું ખેલતા સાંભળું છું કે દુષ્ટતાને ગુપ્ત રાખવી ઘણી વાર મુશ્કેલ છે; તેના જવાબ (૩) માં હું એમ કહું છું કે, કાઈ પણ મહાન કાર્યં સુકર નથી. છતાં આપણે જો સુખી થવું હોય તેા આપણે આ રસ્તે ચાલવું જોઈ એ એમ દલીલ બતાવી આપે છે. ગુપ્ત રાખવાના આશયથી આપણે નિગૂઢ બંધુસમાજો અને રાજપ્રકરણી મડળેા સ્થાપીશું. અને કચેરીએ તથા સભાઓને ફ્રાસલાવીને સમજાવવાની કળા શીખવી શકે એવા વકતૃત્વકળાના અધ્યાપકા * મેાજૂદ છે; અને તેથી ઘેાડે અંશે બળથી અને ચાડે અંશે કળથી હું બિનકાયદેસર લાભા મેળવીશ અને શિક્ષામાંથી ખચી જઈશ. હજી એક અવાજને કહેતા સાંભળું છું કે દેવાને છેતરી નહિ શકાય તેમજ તેમના પર બળજબરી પણ કરી નહિ શકાય. પણ દેવા જ ન હોય તેા પછી શું? અથવા માને કે મનુષ્યના વ્યવહારની એમને કંઈ પડી નથી—એમાંથી એકેય સંજોગામાં કશું પણ ગુપ્ત રાખવા (૬) આપણે શા માટે દરકાર કરવી જોઈ એ ? અને દેવા હાય અને તે આપણે માટે દરકાર રાખતા હોય તાપણુ આપણે તેમને વિશે માત્ર કવિઓની હારમાળા અને શ્રુતપર ંપરા દ્વારા જાણીએ છીએ; × અને ‘બલિ અને શમન કરે એવી અભ્યર્થના અને યજ્ઞા' દ્વારા તેમના પર અસર થઈ શકે અને એમને નિવારી શકાય (એમના ક્રોધનું નિવારણ કરી શકાય) એવું કહેનારા માણસા પણુ આ તે આ જ છે. આમ છે તે આપણે સુસંગત રહેવું જોઈ એ અને કાં તે બન્ને કાં તે બેમાંથી એમાં આપણે માનવું ન જોઈ એ. જો કવિએ ખરું કહેતા હેાય, તેા અધર્મી થવું અને (૩૬૬) અધર્મના ફળમાંથી (દેવાને કઈક) ભાગ આપવા એ
* સાફસ્ટ લેાકા.
× જુએ ‘લાઝ’’પુ, ૧૦, કલમ ૯૦૬-૭