________________
૩૬૮
વિરલ ગણાય ખરું ને ?
એડેઇમેન્ટસે કહ્યુંઃ તદ્દન ખરું, પણ આ ઉદાહરણ (૬) આપણું પરીક્ષણને કેવી રીતે લાગુ પડે છે?
મેં જવાબ આપે? હું તમને કહું છું. ધર્મ, જે આપણી ગપણને વિષય છે, તેને કોઈ વાર વ્યક્તિને સદ્ગણ તરીકે અને કોઈ વાર રાજ્યના સદ્ગણ તરીકે ઉલ્લેખ કરવામાં આવે છે.
તેણે જવાબ આપે : સાચું. અને શું રાજ્ય વ્યકિત કરતાં વધારે મેટું નથી ?
ત્યારે વધારે મોટામાં, ધર્મની માત્રા વધારે મોટી અને વધારે સહેલાઈથી પ્રત્યક્ષ થઈ શકે એવી હોવાનો સંભવ છે. માટે હું પ્રસ્તાવમાં કહું છું કે વધારે મોટાથી વધારે નાના તરફ જવાની અને તે બન્નેને સરખાવવાની (૩૬૯) પદ્ધતિને સ્વીકારીને, આપણે પહેલાં રાજ્યમાં અને પછી વ્યક્તિમાં તે જેવાં દેખાય છે તે પરથી ધર્મ અને અધર્મના સ્વરૂપનું પરીક્ષણ કરીશું, એવી હું દરખાસ્ત કરું છું.’
તેણે કહ્યું: એ દરખાસ્ત ઉત્તમ.
અને જે રાજ્યને નિર્માણ થવાની ક્રિયામાં જ આપણે કપીએ, તે રાજ્યના ધર્મ અને અધર્મને નિર્માણ થતા આપણે જોઈશું.
(એટલું) હું બેધડક કહી શકું.
જ્યારે રાજ્ય સંપૂર્ણ ઘડાઈ રહે, ત્યારે આપણું અન્વેષણને વિષય વધારે સરળતાથી શોધી શકાશે (૨) એવી આશા રાખી શકાય.
હા, બહુ જ વધારે સરળતાથી.
મેં કહ્યુંઃ પણ એક (રાજ્ય) રચવાને પ્રયત્ન શું આપણે કરવો જોઈએ? કારણ મારા વિચારના વલણ અનુસાર, તેમ કરવાને પ્રયત્ન અત્યંત મુશ્કેલ કાર્ય થઈ પડશે. માટે વિચારી જુઓ.
1 સરખાવો પરિચ્છેદ ૩-૪૦૧-૨. * અહીંથી મુદ્દા ૩ ની શરૂઆત થાય છે. સરખાવો પરિ : ૪-૪૩૯ .