________________
૩૬૭ અનિષ્ટ રેપે છે એ વિશે–એ મારે અર્થ છે. ધર્મમાંથી મળતા બદલાની અને માનપાનની અતિશયોક્તિ કરીને અને અધર્મનું ભૂરું બોલીને બીજાઓ ભલે એકની પ્રશંસા અને બીજાની નિંદા કરે; લીલ કરવાની તે પદ્ધતિને ઉપયોગ જે તેવા લેકે કરતા હોય તો હું સહી લેવા તૈયાર છું, પરંતુ તમે તમારું આખું જીવન આ પ્રશ્નના વિચાર પાછળ જ ગાળ્યું છે એવા પાસેથી તો, હું તમારે એ જ વિપરીત વચન (૬) ન સાંભળે ત્યાંસુધી તે, વધારે સારાની આશા રાખું જ. અને તેથી જ હું કહું છું કે તમારે અધર્મ કરતાં ધર્મ વધારે સારે છે એટલું જ સાબીત કરવાનું નથી, પણ દે કે માનવીઓ જુએ કે ન જુએ તેમ છતાં, ધર્મ અને અધર્મના સ્વામીને, તેઓ એવું તે શું કરે છે જેથી, એક ઈષ્ટ અને ઈતર અનિષ્ટ બની રહે છે એ બતાવવાનું છે.
ગ્લાઉકોન અને એડેઈમેન્ટસની પ્રતિભાનાં (સામાન્ય રીતે) હું હંમેશાં વખાણ કરતા, પરંતુ આ શબ્દો સાંભળીને હું બહુ જ (૩૬૮) ખુશ થઈ ગયો, અને કહ્યુંઃ સુવિખ્યાત પિતાના પુત્ર–તમે મેગેરાની લડાઈમાં ખ્યાતિ મેળવી, ત્યાર પછી તમારા માનમાં ગ્લાઉઝેનના પ્રશંસકે જે કરુણરસપ્રધાન કાવ્ય રચ્યું હતું એની શરૂઆત આ શબ્દોથી થાય છે એમાં કંઈ અયોગ્ય નહતું –
એણે કહ્યું છે, “એરિસ્ટોનના પુત્રો, સુવિખ્યાત વીરનાં દૈવી બાળકો.” –વિશેષણ સશે એગ્ય છે, કારણ અધર્મની શ્રેષ્ઠતા વિષે તમે કરી છે એ રીતે દલીલ કરવામાં અને છતાં પિતાની જ દલીલે (૨) વિશે શંકાસ્પદ રહેવામાં ખરેખર કંઈક દૈવી અંશ રહેલો છે. અને હું ખાત્રીપૂર્વક માનું છું કે તમને હજી એવી પ્રતીતી થઈ નથી–આવું અનુમાન હું તમારા સામાન્ય ચારિત્ર્ય પરથી બાંધું છું. કારણ જે મેં માત્ર તમારા શબ્દો પરથી જ અભિપ્રાય બાંધ્યો હોત, તો હું તમારા પર | -૬ ચર્ચાને અંતે પણ આ જ વાક્ય સે કેટસ ઉચ્ચાર છે, જુઓ પરિ. ૪: ૮૪૬-૪૪૫ તથા પરિ. ૯