________________
૩૬૪
શ્રીમંત માણસને બારણે જાય છે, અને એમ સમજાવે છે કે તેમને દેવો તરફથી એવી શક્તિ બક્ષવામાં આવી છે કે જેની મદદથી ઉસ અને મિજબાનીઓ કે યજ્ઞયાગ અથવા મંત્રજાપ દ્વારા તેમનાં પિતાનાં અથવા તેમના વડવાઓનાં (૪) પાપોનું પ્રાયશ્ચિત્ત કરી શકે; તથા તેઓ કહે છે તેમ, સ્વર્ગ પણ તેમની મરજીને અધીન થઈને કાર્ય સાધી આપે એવી જાદુની કલા અને મંત્રજાપની મદદથી થોડા જ ખરચે ધર્મિષ્ઠ કે અધમી દુશ્મનને હેરાન કરવાનું તેઓ વચન આપે છે. અને કવિઓનાં વચન પ્રમાણરૂપે ટાંકી, કેાઈ વાર હિસિયડના શબ્દ દ્વારા તેઓ દુર્ગુણને માર્ગ સરલ કરી આપે છે –
કંઈ પણ શ્રમ વગર દુર્ગણ મોટા પ્રમાણમાં કેળવી શકાય (૩) છે, રસ્તે સરલ છે અને એનું નિવાસસ્થાન નજીક જ છે. પરંતુ દેએ સગુણની પહેલાં શ્રમ મૂક્યો છે” –અને (એ) રસ્તો દીર્ધ અને ઉર્ધ્વ છે તે કોઈ વાર, દેવ મનુષ્યના પ્રભાવથી દેરાય છે એની સાક્ષી રૂપે હેમરમાંથી અવતરણ આપે છે. કારણ એ પણ કહે છે કે –
પિતાનાં પ્રયોજનમાંથી દેવને પણ ચલિત કરી શકાય, અને જ્યારે માણસોએ પાપ કર્યો હોય અથવા કોઈ નિયમનું ઉલંધન કર્યું હાય, ત્યારે અર્થ અને ચરબીના ધૂપથી, (૬) તથા શાંત એવી અભ્યર્થના અને યજ્ઞયાગાદિથી મનુષ્ય તેમની પ્રાર્થના કરે છે અને એમના રેષમાંથી બચી જાય છે.૨ ૪
– અને મૂઝેયસ અને ઓફિંસ, જેઓ તેમના કહેવા પ્રમાણે –ચંદ્ર અને કલાની દેવીઓનાં બાળકે છે, એમણે લખેલા પુસ્તકોને ઢગલે તેઓ આગળ ધરે છે–અને એને આધારે તેઓ ઉપાસના કરે છે અને માત્ર વ્યક્તિઓને નહિ પણ આખાં (ને આખાં) શહેરેને એમ
1: Hesiod : Works an: Days, 287. 2: Homer : Iliad : IX. 493. * જુએ “લેઝ” પુ. ૧૦, ક. ૮૮૫-૮૯૯.