________________
૩૬૩
કરતાં ધણા વધારે ભાર મૂકે છે; કારણ દેવતાઓના સારા અભિપ્રાયને પણ તેઓ ટાંકે છે, અને પવિત્ર માણસા ઉપર, તેઓ કહે છે તેમ, સ્વર્ગમાંથી જે અનુગ્રહાને વરસાદ વરસે છે તે વિશે તે તમારી આગળ વાતા કરશે; અને મહાનુભાવ હિંસિયડ અને હેમર આ ( વ ) વાતની સાક્ષી પૂરે છે; જેમાંના પહેલા એમ કહે છે કે દેવા ધર્મિષ્ઠનાં ‘એક’ નામનાં વૃક્ષાની—
માકલે છે;
પડે છે; '' ૧
“ટાચ ઉપર ફળ અને મધ્યમાં મધમાખી અને એમનાં ઘેટાં ઊનના ભારથી લચી – અને આ જાતની બીજી કેટલીય આશિષા એમને અપાય છે. અને આને અત્યંત મળતેા આવે એવા સૂર હામરમાં છે; કારણ એ કાઈ એવાની વાત કરે છે જેની કીર્તિ
“ દેવની જેમ જે ધર્મનું પાલન કરે છે એવા દેાષરહિત રાજાની કીતિ સમાન; જેને કાજ કાળી જમીનમાંથી ( % ) ધઉં અને જવ ઊગે છે, અને જેમાં ઝાડ ફળથી લચી પડે છે; અને એનાં ઘેટાં વધ્યે જ જાય છે, અને સમુદ્ર એને મચ્છી અપે` છે.”૨ સ્વ'માં જે બક્ષીસે `િને મળશે જ એવી ખાત્રી ન્યૂઝેયસ અને એને પુત્ર આપે છે એ તે આનાથી પણ કયાંય ભારે છે; તે એમને નીચલી દુનિયામાં લઈ જાય છે, અને ત્યાં માથા પર ફૂલની માળા ધારણુ કરીને, નિત્યનિયમિત દારુ પીધેલા, મિજબાની ઉડાવતા સંતાપ કા પર પડેલા જ રહે છે; (૬) એમને ખ્યાલ એવા લાગે છે કે દારુથી ચકચૂર થયેલાનું અમરત્વ એ જ સદ્ગુણને મેટામાં મોટા બદ્લા છે. કેટલાએક તેા ( સદ્ગુણનેા ) ખલે આપવામાં આથી પણ દૂર જાય છે; તેઓ કહે છે તેમ શ્રદ્ધાવાન અને ધર્મિષ્ઠના વશ ત્રીજી અને ચેાથી પેઢી સુધી ટકી રહે છે. ધર્મની
1. Hesiod : “ Works and Days "-239
ર. Homer : Odessy-XIX-109
૩. Eumlpus
*