________________
૬૮
-
પરિછેદ ૨
કસ્તાં દેવતાઓને એ વધારે પ્રિય હોય એ સંભવિત છે. અને આ રીતે, સોક્રેટિસ, ધર્મિષ્ઠ માણસના જીવન કરતાં અધમનું જીવન વધારે સુખકર કરવા દેવતાઓ અને માનવો એકત્ર થાય છે એમ કહેવાય છે.
(૩) હું જવાબમાં ગ્લાઉકૅનને કંઈક કહેવા જતો હતો ત્યાં એને ભાઈ એડેઈમેન્ટસ વચ્ચે બોલી ઊઠયો; એણે કહ્યું સૌોટિસ, આના સમર્થનમાં હવે બીજું કશું જ કહેવાનું બાકી રહ્યું નથી એમ તે તમે માનતા નહિ હૈ ?
મેં જવાબ આપ્યો: કેમ, હવે બાકી શું રહ્યું છે ?
તેણે જવાબ આપેઃ સૌથી વધારે અગત્યના મુદ્દાને તો હજી ઉલ્લેખ પણ કરવામાં આવ્યો નથી.*
વારુ, ત્યારે “ભાઈ ભાઈને મદદ કરશે” એ કહેવત અનુસાર, જે ક્યાંય પણ એણે ઊણપ રાખી હોય, તે તમે એને મદદ કરે; જે કે મારે કબૂલ કરવું જોઈએ કે ગ્લાઉકોને અત્યાર સુધીમાં જે કહ્યું છે એ મને ધૂળમાં રગદોળાવા અને ધર્મને સહાય કરવાની મારી શક્તિ હણવાને પૂરતું છે.
() તેણે જવાબ આપ્યોઃ ખોટું—પણ મને આગળ બેલવા દે. ધર્મની અને અધર્મની સ્તુતિ અને નિંદા કરવામાં, માસ ધારવા પ્રમાણે, ગ્લાઉોનનો જે અર્થ હતો તે સ્પષ્ટ કરવા દલીલની (જે) બીજી બાજુ (રહી ગઈ છે તે ) બતાવવાની એટલી જ જરૂર છે. માબાપ તથા શિક્ષકે પિતાના પુત્ર અને આશ્રિતોને, “એમણે ધર્મિષ્ઠ થવું (૩૬૩) જોઈએ” એમ હરહંમેશ કહ્યા કરે છે; (તે બધું ) શા માટે? ધર્મની ખાતર નહિ પણ પ્રતિષ્ઠા અને ચારિત્ર્યની ખાતર; અને ધર્મિષ્ઠપણાની પ્રતિષ્ઠાને લીધે અધર્મીને ગ્લાઉકોને ગણી બતાવ્યા એ જે ફાયદાઓ થાય છે, જેવા કે હોદ્દા અને લચ વગેરે, તેમાંના માત્ર કેટલાએક જ, જેને ધર્મિષ્ઠપણાની પ્રતિષ્ઠા હોય એને મળે–એ આશાએ. પરંતુ આ જાતના માણસો બહારના દેખાવો ઉપર બીજાઓ
* મુદ્દો ૨.