________________
પરિછેદ ૨ પિતાનો રસ્તો કાઢી શકે એવો હોવો જોઈએ. અને ઈસ્કાઈલસ કહે છે તેમ, સારા દેખાવા નહિ પણ ખરેખર સારા થવા ઇરછતા, ઉદાર અને સરલ ધર્મિષ્ઠ માણસને એની સાથે મૂકો. એનામાં બહારને (૪) દેખાવ કરી હોવો ન જોઈએ; કારણે જે એ બહારથી ધર્મિષ્ઠ દેખાય, તો એને (દેખાવ પૂરત) બદલે અને માન મળશે, અને તો આપણને ખબર નહિ પડે કે એ તે ધર્મની ખાતર ધર્મિષ્ઠ થયો છે કે માન અને બદલાની ખાતર ધર્મિષ્ઠ થયે છે; આથી માત્ર ધર્મમાં જ એને આચ્છાદિત રહેવા દે, અને (એને પર) બીજું કશું આવરણ ન રાખો; અને અધમના જીવન કરતાં એની દશા તદ્દન ઊલટી જ કલ્પવી જોઈએ. ભલે એ માણસમાં સૌથી શ્રેષ્ઠ હોય, અને ભલે એ સૌથી અધમ ગણતો હોય, ત્યારે જ એની પૂરેપૂરી કસોટી થશે અને અપકીર્તિ અને તેનાં પરિણામે એને કેટલાં ચલિત કરે છે તે આપણે (૩) જોઈ શકીશું. અને મૃત્યુ પર્યત તેને આ ને આ દશામાં જ રહેવા દે ધર્મિષ્ઠ હોય અને છતાં અધર્મો દેખાતો હોય. એક અધર્મની અને બીજે ધર્મની એમ જ્યારે બન્ને અધર્મની અને ધર્મની સૌથી છેલ્લી પરાકાષ્ઠાએ પહોંચી જાય, ત્યારે અધમી અને ધર્મિષ્ઠ એ બેમાંથી કયે વધારે સુખી છે એ નિર્ણય આપજે.
' કહ્યુંઃ અરે વાહ! પ્રિય લાઉકોન, (ધર્મ અને અધર્મ વિશેના છેવટના) નિર્ણય માટે તમે બંનેને (ધર્મ અને અધર્મને) કેટલા ઉત્સાહથી શણગારીને મૂકે છે, પહેલાં એકને પછી બીજાને, જાણે એ બે પૂતળાં ન હોય!
તેણે કહ્યું મારાથી બનતું બધું હું કરું છું. અને તેઓ કેના જેવા છે એ હવે આપણે જાણીએ છીએ, તે તે દરેક માટે જે પ્રકારનું જીવન નિર્મિત થયું છે એનું (૩) આલેખન કરવામાં કશી પણ મુશ્કેલી પડશે નહિ. આનું વર્ણન કરવાનું હવે હું શરૂ કરીશ પરંતુ સેક્રેટિસ, એ વર્ણન અત્યંત ગ્રામ્ય છે એમ તમે (કદાચ) માને, એથી તમને એટલું સ્વીકારવાનું કહું છું, કે જે શબ્દો હું હવે પછી બોલીશ એ