________________
૨૬૪
(૪) આ પાઠ તમે હોમર પાસેથી શીખ્યા હશે એવી મને શંકા થાય છે; કારણ એડિસિયસને માતામહ ઓટોલાઈકસ જે હેમરને બહુ માનીતો છે તેને વિશે બોલતાં તે કહે છે કે –
“ચેરીમાં અને ખોટી સાક્ષી આપવામાં એ બધા માણસોમાં શ્રેષ્ઠ હતો--
અને તેથી તમે અને હેમર અને સાઈમનાઈડિઝ એકમત થાઓ છો કે ધર્મ ચારીની કલા છે; માત્ર એ કલાનું આચરણ ‘દુશ્મનને અનિષ્ટ માટે અને મિત્રોના ભલા માટે કરવાનું–તમે એમ કહેતા હતા ખરું?
ના, મેં શું કહ્યું કે હું બરાબર જાણતા નથી, તે પણ તે તો નહિ જ; પરંતુ છેવટના શબ્દો હજી પણ મારે માન્ય છે.
(વા) વારુ, એક બીજો પ્રશ્ન છે: દુશ્મન અને મિત્ર એટલે જેઓ માત્ર એવા દેખાતા હોય તે નહિ, પણ જેઓ ખરેખર એવા હોય, એમ આપણું કહેવાનો અર્થ હતો, ખરું ?
તેણે કહ્યું : જરૂર, હરકોઈ માણસ, જેમને પિતે સારા માને છે તેમને સામાન્યતઃ ચાહશે, અને જેમને તે દુષ્ટ માને છે તેમને ધિક્કારશે.
હા, પણ સારા અને ખરાબ વિશે ઘણું વાર લકે શું ભૂલ કરતા નથી ?
ઘણાય જેઓ સારા હોતા નથી તેઓ સારા દેખાય છે, અને કેટલાકને વિશે એથી ઊલટું પણ બને છે.
એ ખરું.
ત્યારે (ખરેખરા) સારા લેકે એવાના દુશ્મને થશે, અને દુષ્ટ લે કે તેમના મિત્રો હશે.
ખરું.
(૪) અને તેવા સંજોગોમાં દુષ્ટોનું ભલું કરવામાં અને સારાઓનું અનિષ્ટ કરવામાં તેઓ ખરા છે એમ ઠરશે, નહિ?
* વિષયાંતર ૨