________________
પરિછેદ ૧ ત્યારે બધા કલાકારોને સમાન એવું જ કોઈ હિત હય, તો અમુક વસ્તુ જેને તેઓ સમાન ઉપયોગ કરે છે તેને તે આભારી છે એમ કહેવું જોઈએ.
તેણે જવાબ આપ્યોઃ ખરું.
અને જ્યારે કલાકારને પગાર મળે છે ત્યારે જે કલાને તેણે અંગીકાર કર્યો નથી એવી પગાર આપવાની કલાના અધિક ઉપયોગને લઈને તેને એ લાભ મળે છે, ખરું ને?
તેણે અનિચ્છા એ આનો સ્વીકાર કર્યો.
(૬) ત્યારે પિતા પોતાની વિશિષ્ટ કલા દ્વારા જુદા જુદા કલાકારોને પગાર મળતો નથી. પણ સત્ય એ છે કે જ્યારે આયુર્વેદની કલા તંદુરસ્તી બક્ષે છે, અને કડિયાની કલા ઘર બધેિ છે, ત્યારે પગાર–આપવાની–કલા” એ નામની બીજી જ કલા તેમની સાથે સહચાર સાધે છે. જુદી જુદી કલાઓ પોતપોતાનું કામ કર્યા કરે, અને જેમના પર પિતે આધિપત્ય ભેગવે છે તેમનું હિત સાધે; પણ જે કલાકારને સાથે સાથે કંઈ પૈસા આપવામાં આવે નહિ, તો તેને કંઈ લાભ મળે ખરો ?
હું ધારું છું–નહિ.
() પરંતુ જ્યારે તે કંઈ પણ લીધા સિવાય કામ કરે, ત્યારે શું એ કશે ફાયદે નહિ કરી આપે ?
જરૂર, એ ફાયદો કરે છે.
ત્યારે હવે, ઍસિમેકસ, જરા પણ સંદેહ રહેતો નથી કે ન તે કલાઓ કે ન તે રાજે પોતાનાં જ હિતને સાધે છે, પરંતુ આપણે પહેલાં કહેતા હતા તેમ, તેમની પ્રજા, જે તેમના કરતાં વધારે બળવાન નહિ પણ વધારે દુર્બલ છે તેનાં હિત પૂરાં પાડે છે, અને એ રીતે રાજય કરે છે–અધિક પ્રબળનાં નહિ પણ તેમના–તેમની પ્રજાનાં) જ હિત પર તેઓ ધ્યાન આપે છે. અને પ્રિય ઍસિમેકસ, હું હમણાં જ કહેતો હતો તેમ, કેઈ પણ રાજ્ય કરવા ખુશી હોતું નથી તેનું આ