________________
પરિચ્છેદ ૨
માન્ય નહિ રાખો ?—આ આપણું ભલું કરે છે, પણ આપણે એને અપ્રિય ગણુએ છીએ, અને સ્વયં એની ખાતર નહિ પણ એમાંથી જે પરિણામ (૪) કે ફલ સિદ્ધ થાય છે તેની જ ખાતર હરકોઈ તે પસંદ કરશે.
મેં કહ્યું. આ ત્રીજે વર્ગ પણ છે. પણ તમે (આ) શા માટે પૂછે છે?
કારણ આ ત્રણમાંના ક્યા વર્ગમાં તમે ધર્મને મૂકે છે એ મારે જાણવું છે?
(૩૫૮) મેં જવાબ આપ્યઃ સૌથી શ્રેષ્ઠ વર્ગમાં–જેને સુખી થવું છે, તે જે વસ્તુઓને સ્વયં તેમની ખાતર તથા એનાં પરિણામેની ખાતર ઈષ્ટ ગણે છે તે ઈષ્ટ વસ્તુઓની સાથે.
ત્યારે ઘણું તે જુદા જ વિચારના છે; તેઓ એમ માને કે જે વસ્તુઓ માટે, તેમાંથી મળતા બદલા કે પ્રતિષ્ઠાને લીધે જ મહેનત કરવાની હોય છે, પણ જે પોતે અપ્રિય છે અને વળી જે પરિહાર્ય છે, એવી કલેશકર વસ્તુઓના વર્ગમાં ધર્મનું સ્થાન છે.
મેં કહ્યું? એમની વિચારપદ્ધતિ આવી છે એ હું જાણું છું; અને જ્યારે સિમેકસ ધર્મની નિંદા કરતો હતો, અને અધર્મની પ્રશંસા કરતો હતો, ત્યારે આ જ પક્ષનું એ હમણાં પ્રતિપાદન કરતો હતો. પરંતુ હું એટલે મૂર્ખ છું કે મારા મનમાં એ ઠસી શકયું નહિ.
() તેણે કહ્યુંઃ તમે એને સારી રીતે સાંભળે, તો એ જ રીતે મને પણ સાંભળો એવી મારી ઇચ્છા છે, અને પછી તમે અને હું સંમત થઈએ છીએ કે નહિ એ હું જોઈશ. કારણ એક સર્ષની જેમ, સિમેકસ તમારા અવાજથી તેણે મેહિત થવું જોઈતું હતું તેના કરતાં બહુ જલદીથી મહી પડયો હોય એમ લાગે છે. પરંતુ મારા મનમાં તો ધર્મ અને અધર્મનું સ્વરૂપ હજી સુધી કંઈ સ્પષ્ટ થયું નથી. એમાંથી મળતા ફાયદાઓ અને પરિણામને બાજુ પર મૂકીને તે સ્વયં શું છે, અને આંતરિક દૃષ્ટિએ આત્મામાં કેવી રીતે