________________
૧૮
ભલે એમ.
પણ દુ:ખ નહિ પણ સુખ વધારે ફાયદાકારક છે?
પરિચ્છેદ ૧
અલબત્ત.
ત્યારે, મહાભાગ પ્રેસિમેકસ, ધર્મ કરતાં અધમ કદી વધારે ફાયદાકારક હાઈ શકે નહિ.
તેણે કહ્યું : મેન્ડિસ દેવીના દેવળમાં ભલે આ રીતે તમે ઉત્સવ કરે.
મેં કહ્યું: એ બદલ હું તમારા ઋણી છું, કારણ તમે લડવું છેડી દઈને મારા તરફ વધારે સોમ્ય થયા છે. છતાં મારી સરભરા (૧) સારી થઈ હાય એમ મને લાગતું નથી; પણ એમાં દોષ મારા હતા, તમારા નહાતા. જેમ કાઈ ઇન્દ્રિયસુખાનુરાગી વાનીએ પીરસાતી જાય તેમ તેમ દરેકને થાડી ઘેાડી ચાખે, અને કાઈ પણ પહેલાં પીરસાયેલી વાનીને પૂરેપૂરા આસ્વાદ લઈ શકે એટલા વખત થાભે નહિ, તેમ, હું જેની પહેલાં શોધ કરતા હતા, એ ધર્મના સ્વરૂપને મેળવ્યા વગર, એક વિષયથી બીજા વિષયપર ભટકયા છું. એનું અન્વેષણ મેં' છેડી દીધું. અને ધર્મ સદ્ગુણ અને વિવેક કે દુષ્ટતા અને મૂર્ખાઈ છે એ વિશે વિચાર કરવા હું વળ્યા; અને જ્યારે ધર્માધર્માંના તુલનાત્મક લાભા બાબત આગળ જતાં પ્રશ્ન ઊઠયો, ત્યારે એને વિચાર કરવામાંથી પણ હું મારી જાતને રોકી શકયો નહિ. આખી ચર્ચાનું પરિણામ એ આવ્યું છે કે હું કશું જાણતા નથી × કારણ ધર્માં શું છે એ હું જાણતા નથી, અને તેથી એ સદ્ગુણુ છે કે નહિ એ જાવું મારે માટે શકય નથી, તેમજ ધર્મિષ્ઠ માણસ સુખી છે કે દુઃખી એ પણ મારાથી કહી શકાય એમ નથી.
× સાક્રેટિસની પદ્ધતિના આ સારા નમૂને છે.