________________
પરિચ્છેદ ૨
તેઓ કહે છે કે અધર્મ આચરે એ સ્વાભાવિક રીતે ઈષ્ટ છે, અધર્મ સહન કર અનિષ્ટ છે, પરંતુ ઈષ્ટ કરતાં અનિષ્ટ વધી જાય છે. અને એથી જ્યારે (૩૫૯) એકને (અધર્મરૂ૫ ઈષ્ટને) મેળવવાને અને બીજાને ( અધર્મ સહન કરવારૂપ અનિષ્ટને) ત્યાગ કરવાને અશક્ત હોય એ કારણે લેકે અધર્મ આચરે અને સહન પણ કરે, અને આ રીતે બન્નેને અનુભવ લઈ લે, ત્યારે એ બેમાંથી એકેયને ન રાખવા તેઓ અંદર અંદર સંમત થાય છે; આમાંથી કાયદાઓ અને અન્ય પાળવાના નિયમે ઉત્પન્ન થાય છે; અને કાયદાથી જે નિયત થયું છે અને તેઓ કાયદેસર અને ધર્માનુસાર માને છે. ધર્મના ઉભવ અને સ્વરૂપ આવાં છે એમ તેઓ પ્રતિપાદન કરે છે; – શિક્ષા પામ્યા સિવાય અધર્મ આચરો એ સૌથી સારું છે, અને વેર લેવાની શક્તિ સિવાય અધર્મ સહન કરવો એ સૌથી ખરાબ છે, આ બે પરિસ્થિતિઓની વચ્ચે ધર્મ સમાધાન કરે છે અને મધ્યમ માર્ગ* કાઢે છે અને બેની વચ્ચે મધ્યસ્થ છે માટે, ઈષ્ટ વસ્તુ તરીકે નહિ પણ ઓછા અનિષ્ટ તરીકે એને સહ્ય ગણવામાં આવે છે, અને અધર્મ આચરવાની અશક્તિને કારણે જ ધર્મની (૪) પ્રશંસા કરવામાં આવે છે. કારણ મરદ કહી શકાય એટલી જેનામાં લાયકાત છે એવો માણસ પોતે સામે થઈ શકે તે એવા કરારને કદી નમતું આપે નહિ; જે આપે તો એ ગાંડે જ હોવો જોઈએ, સેક્રેટિસ, ધર્મના ઉભવ અને સ્વરૂપની (લેકમાં) માન્ય થયેલી હકીકત આવી છે.
હવે જેઓ ધર્મનું ન છૂટકે જ આચરણ કરે છે, અને કારણે અધમી થવા જેટલી એમનામાં શક્તિ નથી, એમને જે સારામાં સારી રીતે નિહાળવા હોય, તો આપણે આવી (૪) કંઈક કલ્પના કરવી પડશે. અધર્મીને અને ધર્મિષ્ઠને એમને જે ગમે તે કરવાની
એક બે અનિષ્ટ પરિસ્થિતિઓ કે વ્યાપાર વચ્ચે જે મધ્યમ માર્ગ તેનું નામ સદ્દગુણ એવા એરિસ્ટોટલના ચારિત્ર્યમીમાંના સિદ્ધાંતનું બીજ અહીં મળી આવે છે. સરખા ૪૦-૩ તથા તેની ફૂટનોટ