________________
૩૫૦
૧૩ શક્તિ આપીને, એમની ઇચ્છાઓ એમને ક્યાં દેરી જાય છે તે આપણે જોઈશું અને તપાસીશું; (અને) ત્યારે આપણને માલુમ પડશે કે પોતાનું જ હિત, જેને ગમે તે સ્વભાવને માણસ ઈષ્ટ ગણે છે તેને અનુસરતાં ધર્મિષ્ઠ અને અધમ માણસ (બન્ને) એક જ રસ્તે જશે, (સિવાય કે, માત્ર કાયદાના બળે ધર્મના માર્ગમાં બંનેને વળવું પડે. એસસ ધી લિડિયનના વડવા ગાઈજિઝ પાસે જે શક્તિ હતી એમ કહેવાય છે, એ જાતની શક્તિ દ્વારા આપણે કપીએ છીએ એવી સ્વતંત્રતા સંપૂર્ણ રીતે છે મને આપી () શકાય. બુતપરંપરા અનુસાર લિડિયાના રાજાની નોકરીમાં ગાઈજિઝ નામને એક ભરવાડ હતો. (એક વાર) એક મોટું તોફાન થયું, અને એ જ્યાં ઘેટાં ચાર હતો તે જગ્યાએ ધરતીકંપને લીધે પૃથ્વીમાં એક મોટું ગાબડું પડયું. એ જોઈને એ આશ્ચર્ય પામ્ય, અને ગાબડામાં ઉતર્યો ત્યાં બીજાં કૌતુકે વચ્ચે તેણે પિલે બારણુંવાળે પિત્તળને એક ઘડે છે. બારણામાં નીચે વળીને જોયું તે એણે એક મુડદું જોયું, અને (એના શરીર પર) એક સોનાની વીંટી સિવાય બીજું કશું નહતું. (૬) મુડદાની આંગળીએથી આ વીંટી તેણે કાઢી લીધી અને પાછા બહાર આવ્યું. હવે રિવાજ પ્રમાણે રાજાને ઘેટાંના ટોળાને માસિક અહેવાલ મોકલવા ભરવાડે એકઠા થયા; એમની બેઠકમાં પિતાની આંગળીએ પેલી વીંટી સહિત એ આવ્યો અને એમની સાથે એ બેઠો હતો, ત્યારે અકસ્માત નંગ હથેળી તરફ આવે એમ તેણે વીંટીને (આંગળી પર) ફેરવી, ત્યાં એ જ ક્ષણે મંડળીના બીજા માણસને તે અદશ્ય થઈ ગયો, અને તે જાણે હાજર જ ન હોય એ રીતે તેઓ (૩૬) એના વિશે બેલવા માંડયા. આથી એને અચંબ થયે, અને વીંટીને અડીને એણે નંગ બહાર આવે એ રીતે એને ફેરવ્યું અને ફરી પાછો એ દશ્યમાન થયો. (આ રીતે) વીંટીને એણે કેટલાએક અખતરા કરી જોયા, અને હંમેશ એ જ પરિણામ આવતું–જ્યારે વીંટીના નંગને એ હથેળી તરફ ફેરવે ત્યારે એ અદશ્ય થઈ જતો અને જ્યારે બહાર લાવે ત્યારે એ પાછો