________________
૩૫૧
રાજ્ય સૌથી સારી અને સૌથી સંપૂર્ણ રીતે અધર્મી હશે તે એમ કરે
એ સૌથી વધારે સંભવિત છે. ' કહ્યુંઃ તમારે પક્ષ એવો હતો એ હું જાણું છું. પરંતુ મારે જે વધારામાં વિચારવાનું છે તે એ છે કે અધિક સામર્થ્યવાન રાજ્યની આ જે શક્તિ છે તેનું અસ્તિત્વ કે તેને અમલ ધર્મ વગર હોઈ શકે કે માત્ર ધર્મને લઈને જ ?
(ર) જે તમે ખરા હે, અને ધર્મ એ જ વિવેક હોય, તો માત્ર ધર્મને લઈને જ; પણ જે હું ખરે હોઉં તે ધર્મ વગર,
સિમેકસ, તમને “હા” અને “ના”નું માથું ધૂણાવતા જ નહિ, પણ તદન સારા જવાબ આપતા જોઉં છું તેથી હું બહુ ખુશ થાઉં છું.
તેણે જવાબ આપેઃ એ તે તમને માન આપવાની ખાતર જ.
મેં કહ્યું તમે બહુ દયાળુ છે, અને ભલા થઈ એટલું મને જણાવશે કે એક રાજ્ય અથવા લશ્કર કે લુંટારુ અને ચેરેની ટોળી અથવા કુકર્મ કરનારાઓની બીજી કોઈ ટોળી, જે (અંદર અંદર) એક બીજાને ઈજા કરે તો કશું પણ સાધી શકે ખરાં ?
(૩) તેણે કહ્યું. ખરે ન જ સાધી શકે.
પરંતુ જે તેઓ એક બીજાને ઈજા કરતાં પિતાની જાતને વારે, તો તેઓ શું વધારે સારી રીતે એકઠા થઈ કામ કરી શકે–નહિ ?
હિ.
અને આનું કારણ એ છે કે અધર્મને લીધે પક્ષાપક્ષી, ધિક્કાર (ની લાગણી અને કજિયા ઉત્પન્ન થાય છે, અને ધર્મ મૈત્રી અને સંવાદ અર્પે છે; સિમેકસ, એ ખરું છે ને ?
* સંવાદ (Harmony) ને ઉલ્લેખ અહીં પહેલ વહેલો આવે છે. પાઈથાગોરાસે આ સિદ્ધાન્ત ગ્રીક ફિલસૂફીમાં ઉતારેલો; અને લેટે એને વધારે ઊંડે લઈ ગયો. સૌંદર્ય, શરીરનું સ્વાસ્થ કે તંદુરસ્તી, અને આત્માનાં બધાં તો વચ્ચેનો સંવાદ તાત્વિક દષ્ટિએ એકસરખાં છે એ વિચાર ઑટેના ઘણા સંવાદો (Dialogues) માં મળી આવે છે. મુખ્યત્વે “સિમ્પોઝિયમ” નામના સંવાદમાં,