________________
પરિછેદ ૧ તેમ હું તમને જવાબ આપીશ, અને “હા” અને “ના”નું માથું ધૂણવ્યા કરીશ. - મેં કહ્યુંઃ જે એ તમારા અભિપ્રાયની વિરુદ્ધ હોય, તે એમ બિલકુલ ન કરવું.
તેણે કહ્યુંઃ હાસ્તો, તમે મને બેલવા નથી દેતા, તેથી તમને રાજી કરવા હું તે એમ કરીશ. તમારે બીજું શું જોઈએ ?
' કહ્યું : દુનિયામાં મારે બીજું કંઈ ન જોઈએ. અને એ રીતે તમારે જીવ જે સારી નાડે હોય, તો હું તમને પૂછું અને તમારે મને જવાબ આપવો પડશે.
ચ લા .
ધર્મ અને અધર્મના સ્વરૂપ વિશેની આપણી પરીક્ષા (૩૫૧) નિયમિત આગળ ચાલી શકે તે માટે, મેં પહેલાં જે પૂછ્યું હતું તે પ્રશ્ન હું ફરીથી બેલી જાઉં છું.
ધર્મ કરતાં અધર્મ વધારે બલવાન અને સામર્થ્યવાન છે એવું વિધાન કરવામાં આવ્યું હતું, પણ હવે વિવેક અને સગુણની સાથે ધર્મ એકરૂપ થઈ ગયો છે તેથી (તથા) અધર્મ અજ્ઞાન છે તે કારણે અધર્મ કરતાં ધર્મ વધારે બલવાન છે એમ સહેલાઇથી સાબીત થયું છે; આના વિરુદ્ધ હવે કોઈ પ્રશ્ન ઉઠાવી શકે જ નહિ. પરંતુ, પ્રેસિમેકસ, આ વસ્તુને હું જુદી રીતે વિચાર કરવા માગું છું. (૨) તમે એની તો ના નહિ પાડે કે કોઈ એક રાજ્ય અધમ હોઈ શકે અને અધર્મથી બીજા રાજ્યને એ ગુલામ કરવા પ્રયત્ન કરે, અથવા તેમને ગુલામ કરી પણ દીધાં હોય તથા તેમનામાંના ઘણું પર દેર ચલાવતું હોય ?
તેણે જવાબ આપે ખરું, અને હું એટલું ઉમેરીશ કે જે 1 x અહીંથી દલીલના બીજા વિભાગની શરૂઆત થાય છે. પહેલા વિભાગમાં માત્ર વ્યક્તિગત દૃષ્ટિએ જ ધર્મનું નિરૂપણ કરેલું; તેનાથી આગળ જઈ વ્યક્તિ અને સમાજ બનના દષ્ટિબિંદુથી અહીં ધર્મનું સ્વરૂપ નક્કી કરવામાં આવે છે.