________________
પરિચછેદ ૧ તેણે કહ્યું. મારે તમારી સાથે લડવું નથી એટલે સંમત થાઉં છું. ' કહ્યું: કેટલી મહેરબાની! પરંતુ જ્યાં જ્યાં અધર્મ હોય, ત્યાં
ત્યાં ધિક્કાર (ની લાગણી) ઉતપન્ન થવાનું આ જાતનું વલણ હોય છે, તે કારણે એક બીજા વચ્ચે ધિક્કાર અને વિખવાદ ઉત્પન્ન થશે કે નહિ, તથા એકત્ર મળી કાર્ય કરવા તેઓ અશક્ત બનશે કે નહિ એ પણ મારે જાણવું છે.
જરૂર (એમ થશે.).
(૬) અને જે બે જ માણસે વચ્ચે અધર્મ દેખા દે, તો તેઓ શું લડશે અને ઝઘડશે નહિ? તથા એક બીજાને અને ધર્મિષ્ઠના પણ શું તેઓ દુશ્મન નહિ થાય ?
થશે.
અને ધારે કે એક જ વ્યક્તિમાં (એટલે કે એના આત્મામાં) અધર્મ વસે છે, તે તે પિતાની નૈસર્ગિક શક્તિ ગુમાવી બેસશે કે (પછી) એ શક્તિ એનામાં (કાયમ) રહેશે એમ તમારી વિવેકબુદ્ધિ કહેશે ?
આપણે માને કે એ શકિત એનામાં રહે છે.
તે પણ અધર્મની જે શક્તિ છે એનું સ્વરૂપ શું એવું નથી, કે જેથી, નગરમાં, લશ્કરમાં, કુટુંબમાં કે કોઈ પણ બીજા સંઘાત કે સમુદાયમાં (૩૫૨) જે અધર્મ વાસ કરે, તો તે સંધાત કે સમુદાય, (આંતરિક) દેહ અને વિક્ષેપના કારણે સંયુક્ત કાર્ય કરવા માટે અશક્ત બને; અને એવો સમુદાય શું પોતાને જ શત્રુ નથી બનત, તથા તેમને જે કોઈ વિરોધ કરતું હોય તેની સાથે તથા ધર્મિષ્ઠની સાથે એને શું વિખવાદ ઉત્પન્ન નહિ થાય ? વસ્તુસ્થિતિ શું આવી નથી હતી ?
* “આત્મામાં રહેલા અધર્મ ને ઉલ્લેખ અહીં પહેલવહેલો આવે છે. (Injustice in the soul). આપણું પરિભાષામાં આને વ્યક્તિમાં રહેલાં આસુરી વલણે કહે છે,