________________
પર
હા, જરૂર. (એવી જ હોય છે.)
અને એક જ વ્યક્તિમાં અધર્મ વાસ કરતા હોય તો શું એ એટલે જ વિઘાતક નથી; પહેલું તો એ પિતાની જાત સાથે એકતા સાધી શકતા નથી. આથી (કોઈ પણ) કાર્ય કરવાને તે અશક્ત બને છે, અને બીજું ધર્મિષ્ઠને તથા પોતે પોતાને *એ દુશ્મન થઈ રહે છે ? શ્રેસિમેકસ, એ ખરું કે નહિ?
હી. મેં કહ્યું અને અરે મારા મિત્ર! દેવતાઓ ધર્મિષ્ઠ છે, નહિ ? તેઓ (ધર્મિષ્ઠ) છે એમ સ્વીકારીએ તો !
(૪) પણ એમ હોય તે અધમ તેમના દુશ્મન અને ધર્મિષ્ઠ તેમના મિત્ર થયા ખરું ?
તમે જીત્યા તે મિજબાની ઉડાવો અને ધરાઓ ત્યાં સુધી દલીલ કર્યા કરે; રખેને મંડળીમાંના કેઈ નાખુશ થાય, એ બીકે હું તમારી સામો નહિ થાઉં.
વારુ, ત્યારે, તમારા જવાબ આપો અને મિજબાનીમાં જે કઈ બાકી રહ્યું છે તે મને પીરસો. કારણ અત્યાર સુધીમાં આપણે એટલું તો સાબીત કર્યું છે કે અધર્મીઓ કરતાં ધર્મિષ્ઠ લેકે દેખીતી રીતે વધારે વિવેકી, વધારે સારા અને વધારે શક્તિશાળી હોય છે, અને અધમીઓ સહકારથી કાર્ય કરવાને અશક્ત (૪) હોય છે. ના, એટલું જ નહિ પણ વધારામાં, જેઓ દુષ્ટ છે તેઓ કઈ પણ કાળે એકઠા થઈ સશક્ત રીતે, કંઈ પણ કરી શકે એમ જે આપણે કહેતા હતા, એ વસ્તુતઃ ખરું નથી; કારણે જે તે સંપૂર્ણ દુષ્ટ હેત, તે તો તેઓએ એકબીજાના ઉપર જ હાથ ચલાવ્યું હતપરંતુ તેઓ એકત્ર થઈ શકે છે એથી સ્પષ્ટ થાય છે કે તેમનામાં ધર્મને અંશ બાકી રહેલો હોવો જોઈએ; કારણ જે ધર્મ ન હોત તો તેમના
* તથા પુસ્તકને અંતે સેક્રેટિસ સાબીત કરે છે તેમ, દેવોને પણ. -જુઓ પરિચ્છેદ ૧૦