________________
૪૮
પરિચ્છેદ ૧
પરંતુ જે વૈદ્ય નથી એને વટી જવાની એ ઇચ્છા કરશે.
હા.
અને સામાન્ય રીતે જ્ઞાન અને અજ્ઞાનને વિશે ( કહીએ તેા ) જે કાઈ માણસને જ્ઞાન છે, તે જે ખીજા માણસને જ્ઞાન છે તેના કરતાં વધારે કરવાને કે કહેવાના પ્રસંગ પેાતાને મળે એવી કદી ઇચ્છા કરે કે નહિ તે વિશે તમે શું ધારેા છે એના વિચાર કરી જુએ. એક ને એક પ્રસંગમાં પેાતાની જે સમાન છે તેના જ જેટલું શુ એ કહેશે અથવા કરશે—નહિ ?
હું ધારું છું એની ભાગ્યે જ ના પાડી શકાય.
અને અજ્ઞાનીને વિશે શું? જ્ઞાની અથવા અજ્ઞાનીના કરતાં (૬) વધારે મેળવવાની એ ઇચ્છા કરશે ખરું ને ? છાતી ઢાંકીને કહી શકું.
એટલું અને જ્ઞાની વિવેકી છે!
હા.
અને વિવેકી સારા છે ?
ખરું.
ત્યારે વિવેકી અને સારા પેાતાના સમાન છે તેના કરતાં નહિ, પરંતુ પેાતાથી અસમાન અને વિરુદ્ધ (સ્વભાવના ) હોય તેનાથી વધારે મેળવવાના પ્રયત્ન કરશે, ખરું?
હું ધારું છું.
જ્યારે દુષ્ટ અને અજ્ઞાની બન્નેના કરતાં વધારે મેળવવાની ઇચ્છા કરશે, નહિ ?
હા.
પણ મૅસિમેકસ, આપણે એમ કહ્યું હતું ને કે અધર્મી પેાતાના સમાન અને અસમાન બન્નેને વટાવી જાય છે! આ શબ્દો તમારા નાતા શુ? હતા.