________________
४७
તેણે જવાબ આપે : અચૂક.
મેં કહ્યું: ઘણું સારું. ઍસિમેકસ. અને હવે હું કલાઓને પ્રશ્ન લઉં છું. તમે એટલું તો સ્વીકારશે કે કોઈ માણસ સંગીતા (૬) હોઈ શકે, અને બીજો ન પણ હોય ?
હા.
અને (સંગીતના ક્ષેત્રમાં, આ દષ્ટિએ) કણ વિકી છે, અને કાણુ મૂર્ણ છે ?
સંગીતા વિવેકી છે, અને જેને સંગીત આવડતું નથી તે મૂર્ખ છે એટલું સ્પષ્ટ છે.
અને જેટલે અંશે એ વિવેકી છે, તેટલે અંશે એ સારે છે અને જેટલે અંશે એ (બી) મૂર્ખ છે, તેટલે અંશે એ ખરાબ છે.*
હા. અને વૈદ્ય વિશે પણ તમે આ જ પ્રકારનું વિધાન કરશે, ખરું ને ? હા.
અને મારા સર્વોત્તમ મિત્ર, તમે શું એમ માને છે કે લાયરના તાર મેળવતી વખતે, તારને ખેંચવામાં કે ઢીલા કરવામાં કોઈ એક સંગીતશાસ્ત્રી બીજા સંગીતશાસ્ત્રી કરતાં વધી જવાને અથવા હદ ઓળંગી જવાને દાવ કે ઈચ્છા કરશે ખરો ?
હું નથી માનતે કે એમ કરે. પરંતુ અસંગીતજ્ઞના કરતાં વધી જવાને એ હક કરશે ખરું ? અલબત્ત.
(૩૫૦) અને વૈદ્ય વિશે તમે શું કહેશે ? માંસ કે મધ આપતી વખતે આયુર્વેદની પદ્ધતિની બહાર જવાની, અથવા બીજા વૈદ્યને વટી જવાની એ ઇચ્છા કરશે ?
x અહીં દલીલમાં જે વિકી છે તે સારા છે એટલે સિદ્ધાન્ત સેક્રેટિસ ઘુસાડી દે છે, અને આ સિદ્ધાન્ત છેવટે ઍસિમેકસની આડે આવે છે.