________________
૪૨
પરિચ્છેદ ૨ વધારે ખરાબ માણસ રાજ્ય ચલાવશે એ જે સંભવ છે તે જ શિક્ષાને ખરાબમાં ખરાબ અંશ છે. અને હું માનું છું આ બીકે સારા માણસ હેદો લેવા લેભાય છે, (૮) નહિ કે તેમને એ લેવો ગમે છે, પણ એ વગર બીજે છૂટકે નથી–નહિ કે પિતાને મજશેખ અને લાભ મળે એ ખ્યાલથી, —પણ (એક) ફરજ તરીકે; કારણે તેઓ પિતાના જેવા અથવા પિતાથી વધારે સારા માણસને રાજ્ય ચલાવવાનું કામ સોંપી શકે એ શક્ય હોતું નથી. ધારે કે કેઈ નગર આખું સારા માણસેથી જ ભરેલું હોય, તે એમ માનવાને (પૂરતું) પ્રયોજન છે કે અત્યારે હોદ્દો મેળવવો એ જેટલે ઝઘડાનો વિષય થઈ પડ્યો છે, તેટલે જ હાદામાંથી છૂટવા લેકે ઝઘડો કરશે. અને આમ આપણને સરલ સાબીતી મળી જાય છે કે સાચે શાસનકર્તા સ્વભાવથી જ પોતાના નહિ પણ પિતાની પ્રજાના હિતને વિચાર કરે છે, અને જે કોઈ આ જાણતો હોય તે દરેક બીજા કેઈને લાભ કરી આપવાની તસ્દી (૬) લેવા કરતાં, પોતે બીજા પાસેથી લાભ લેવાનું વધારે પસંદ કરશે. (એટલે કે) ધર્મ વધારે બળવાનનું હિત છે, એ વિધાનમાં ગ્રેસિમેકસ સાથે ભારે સંમત થવાનું તો ક્યાંય દૂર રહ્યું. આ પ્રશ્ન હવે વધારે ચર્ચવાની જરૂર નથી, પણ જ્યારે ઍસિમેકસ એમ કહે છે કે ધર્મિષ્ઠ લેકોના જીવન કરતાં અધર્મીઓનું જીવન વધારે લાભકારક છે* ત્યારે તેની નવી યુક્તિ ઘણી વધારે ગંભીર લાગે છે. અમારા બેમાંથી કોણ ખરું? અને ગ્લાઉઝોન, તમે કયા પ્રકારનું જીવન પસંદ કરે ?
તેણે જવાબ આપ્યો : હું મારા પિતા માટે તો ધર્મિષ્ઠ માણસનું જીવન વધારે હિતકર ગણું.
(૩૪૮) ઍસિમેકસ જેની મેં પાઠ લીધા કરતું હતું એ બધા અધમ જીવનના લાભ તમે સાંભળ્યા, ખરું ને?
* સરખાવો પ્લેટોનો “એપેલાજી” નામને સંવાદ : કલમ ૩૨ * મુદ્દો-૬ ધર્મ-અધર્મનું મૂલ્યાંકન