________________
પરિછેદ ૧ હું ધારું છું તમે ધર્મને સગુણ અને અધર્મને દુર્ગુણ કહે ?
કેવો મને હર વિચાર! અને અધર્મ લાભકારક છે અને ધર્મ નથી એવું હું પ્રતિપાદન કરું છું એ જોતાં તે યોગ્ય પણ કેટલો !
ત્યારે તમે (એનાથી) જુદું શું કહેશે ? તેણે જવાબ આપે : એથી ઉલટું જ. અને ધર્મને તમે દુર્ગુણ કહેશે? ના, પણ હું એને અદ્ભુત સરલતા કહું ! (૩) ત્યારે અધર્મને તમે કુટિલતા કહેશો ? ના, હું ઉલટો એને વિવેક કહું. અને શું અધમ એ તમને સારા અને વિવેકી લાગે છે?
તેણે કહ્યું હા; કંઈ નહિ તો તેમાંના જેઓ સંપૂર્ણ અધર્મી થવા શક્તિમાન છે, અને રાજ્ય અને પ્રજાઓને તાબે કરવાનું જેમનામાં બળ છે (એમને તો હું એવા કહું જ ); પણ તમે તો કદાચ એમ માનતા હશો કે હું ખીસાકાતરુઓની વાત કરું છું. જે પકડાય નહિ તો આ ધંધામાં પણ લાભ છે, જે કે હું હમણું જ જે વિશે બોલતે હતો તેની સાથે એના લાભે સરખાવી શકાય નહિ.
(૬) મેં જવાબ આપે : ઍસિમેકસ, હું નથી માનતો કે હું તમારા બોલવાને અવળો અર્થ કરું છું, પરંતુ તમે અધર્મની વિવેક અને સગુણની સાથે (ગણના કરે છો) અને ધર્મને એનાં વિરોધી સાથે મૂકે છો એ સાંભળી મને આશ્ચર્ય તો થાય છે જ.
અચૂક, હું એ રીતે જ વર્ગીકરણ કરું છું.
મેં કહ્યું: હવે ( હરકેઈને) નિત્તર બનાવી દે તેવી સધન ભૂમિ ઉપર તમે વસો છે; કારણ જે અધર્મ લાભકારક છે એમ તમે પ્રતિપાદન કરતા હતા તે કુરૂપતા અને દુર્ગુણ છે એમ તમે બીજાઓની જેમ કબૂલ કર્યું હોત, તો સર્વમાન્ય સિદ્ધાન્તો દ્વારા તમને ઉત્તર આપી શકાયે હેત; પરંતુ હવે હું જોઉં છું કે પહેલેથી અમે જે ગુણ ધર્મને નામે ચડાવતા (૩૪૯) હતા, તે તમામ ગુણ તમે