________________
૩૮
પરિચછેદ ૧ અર્થમાં જ તમે ખરા વૈદ્યની વ્યાખ્યા આપીને શરૂઆત કરી; છતાં તમે જ્યારે ભરવાડ વિશે બોલતા હતા, ત્યારે તમે એટલી યથાર્થતા જાળવી નહિ; તમે માન્યું કે ભરવાડ એક ભરવાડ તરીકે ઘેટાંના પોતાના ભલાની દષ્ટિ રાખીને નહિ, પણ ખાનાર કે મિજલસમાં જનારની જેમ, (માંસ) ખાતાં જે મજા આવે એ દૃષ્ટિએ જ તેમની સંભાળ રાખે છે; અથવા–ફરીથી–ભરવાડ તરીકે નહિ, પણ બજારમાં વેચાણ કરનાર એક વેપારી તરીકે. છતાં (૩) ખચિત ભરવાડની કળા તેની પ્રજાના ભલાની સાથે જ સંબંધ ધરાવે છે;
જ્યારે દરેક જરૂરિયાતો પૂરી પાડવામાં આવે છે ત્યારે આપોઆપ કલાની પૂર્ણતા પણ સધાય છે, તેથી ભરવાડે તો તેને માટે સારામાં સારી જોગવાઈ કરવાની રહે છે. અને શાસનકર્તા વિશે હું હમણાં જ જે કહેતો હતો, તે પણ આ જ હતું–શાસનકર્તા તરીકેની શાસનકર્તાની કલા, શું રાજ્યમાં કે શું (૬) ખાનગી જીવનમાં, પોતાના ટોળાંના કે પ્રજાના ભલાને જ માત્ર વિચાર કરી શકે એ મારો ખ્યાલ છે;
જ્યારે તમે તો એમ માનતા જણાઓ છે કે રાજ્યના શાસનકર્તાઓ એટલે કે સાચા શાસનકર્તાઓને અધિકારમાં રહેવું ગમે છે.
માનતો ! ને મને તે એની ખાત્રી છે.
ત્યારે નાની નોકરીઓની બાબતમાં, પગાર લીધા વગર, માણસો સ્વેચ્છાએ તે (નોકરીઓને) શા માટે (૩૪૬) સ્વીકારતા નથી, સિવાય કે તેઓ પોતાના લાભની ખાતર નહિ પણ બીજાઓના લાભની ખાતર અમલ કરે છે એમ માનતા હોય ? મને એક પ્રશ્ન પૂછવા દે : દરેક કલાને ધર્મ જુદો હોય છે એ કારણે જુદી જુદી કલા ભિન્ન છે, ખરું ? અને મારા વહાલા સુવિખ્યાત મિત્ર, તમે જે
ધર્મ એટલે કે Function. Function (ખાસિયત, વિશિષ્ટ વ્યાપાર, દયેયને અનુરૂપ પ્રવૃતિ ) : સતાવારે ધઃ એ સૂત્રમાં ધર્મ શબ્દનો આ અર્થ છે. વર્ષે નિધનું શ્રેયઃ પરધર્મો મચાવઃ એમાં પણ, ગ્રીક શબ્દ “Di kai 0su pē' Hial fuoction al 2441 42 2411 ortu .