________________
૩૪૧
જરૂર.
જે વિષે કલાને વિચાર કરવાનો હોય છે, અને જે ધ્યેય કલાએ સાધવાનું હોય છે. - હા, કલાનો ઉદ્દેશ એ જ છે.
અને હરકોઈ કલાનું ધ્યેય તેની પૂર્ણતામાં રહેલું છે–આમાં જ અને બીજા કશામાં નહિ ખરું ને?
(૬) એટલે?
શરીરનું ઉદાહરણ લઈ નિષેધાત્મક રીતે મારા અર્થનું હું સ્પષ્ટીકરણ કરી શકું, ધારે છે–શરીર સ્વયંસંપૂર્ણ છે કે તેને જરૂરિયાતો હોય છે, એમ તમે મને પૂછો, તે હું જવાબ આપું કે: શરીરને અમુક જરૂરિયાત હોય છે, કારણ શરીર કદાચ માંદું પડે અને એને સાજુ કરવાની જરૂર પડે; અને તેથી આયુર્વેદની કલા દ્વારા સાધી શકાય એવાં એનાં ધ્યેય છે અને તમે સ્વીકારશે કે આયુર્વેદની ઉત્પત્તિ અને તેને હેતુ આ છે. કેમ હું ખરું કહું છું ને?
( ૩૪૨) તેણે જવાબ આપ્યો : તદ્દન ખરું.
પરંતુ જેવી રીતે આંખ જોવામાં જરા કાચી હોય, અથવા કાનથી બરાબર સંભળાતું ન હોય, અને તેથી જેવાનાં અને સાંભળવાનાં એયને પૂરાં પાડવા માટે જેમ બીજી કલાની જરૂર પડે છે, તેમ આયુર્વેદની કલા કે બીજી કોઈ પણ કલા પિતાના જ (વિશિષ્ટ) ગુણમાં ઊણ હોઈ શકે ખરી ?હું કહું છું, કલામાં, તે કલા છે એ તરીકે, એમાં હોઈ શકે તેવા કોઈ દેષ અથવા ઊણપની શક્યતા છે? અને શું દરેક કલાને પિતાનાં ધ્યેય પૂર્ણ કરે એવી બીજી પૂરક કલાની અપેક્ષા રહે છે, અને તેને બીજાની અને તેને બીજાની એમ અનંત સુધી ? કે પછી દરેક કલાને પોતાનું હિત * જ સંભાળવાનું (વ) હોય છે ? અથવા શું કંઈ દોષ કે ઊણપ ન હોવાને લીધે તેના પિતાના અથવા બીજી કઈ કલાના વ્યાપાર દ્વારા તે (દ) સુધારવાની તેને કશી જરૂર જ.