________________
૩૪૧
દલીલ કરતો હોઉં એમ શું તમને લાગે છે ?
તેણે જવાબ આપ્યો : જરૂર.
અને તમે શું એમ ધારે છે કે દલીલમાં તમને હાનિ પહોંચાડવાના ઈરાદાથી હું આ પ્રશ્નો પૂછું છું ?
તેણે જવાબ આપે : એમ નહિ, “ધારે છે ” એ શબ્દ નહિ,મને ખાત્રી છે, પરંતુ તમે ઉઘાડા પડી જશે, () અને માત્ર દલીલના જોર પર તમે ફાવી નહિ શકે.
ભલા માણસ, હું એવો પ્રયત્ન નહિ કરું; પરંતુ ભવિષ્યમાં આપણી વચ્ચે કશી ગેરસમજત થતી અટકાવવા માટે, મને પૂછવા દે, તમે કહેતા હતા તેમ, જેનું હિત, તે વધારે પ્રબળ છે તેથી, તેનાથી નબળા માણસે ધર્મ માનીને આચરવું જોઈએ, એવા “શાસનકર્તા” અથવા “વધારે બળવાન' એ શબ્દો તમે કયા અર્થમાં વાપરે છ– શબ્દના લૌકિક અર્થમાં કે નિયત અર્થમાં એને તમે શાસનકર્તા કહે છે ?
તેણે કહ્યુંઃ નિયતમાં નિયત અર્થમાં. અને હવે જે તમે મારા પર આરોપ મૂકી શકે એમ છે, તે મૂકો અને છેતરે; હું તમારા હાથે છૂટછાટ માગતો નથી. પરંતુ તમે કદી એમ સાબિત નહિ કરી શકે, કદી નહિ.
() મેં કહ્યું અને તમે શું એમ માને છે કે શ્રેસિમેકસને છેતરું કે એમ કરવાનો પ્રયત્ન કરું એ હું ગાંડે છું? તે તો બલકે હું સિંહની હજામત પણ કરું.
તેણે કહ્યું કેમ! એક પળ પહેલાં તે તમે એવો પ્રયત્ન કર્યો હતો અને તમે તેમાં નિષ્ફળ ગયા. ' મેં કહ્યું : શિષ્ટાચારની વધારે જરૂર નથી. હું તમને એક પ્રશ્ન પૂછું એ વધારે સારું છેઃ તમે કહે છે એવા નિયત અર્થમાં, વૈદ્ય તે માંદાઓને સાજાં કરનારા છે કે પૈસા પેદા કરનારા છે? અને એટલું યાદ રાખજો કે હવે હું સાચા વૈદ્યની વાત કરું છું.
તેણે જવાબ આપેઃ માંદાંઓને સાજ કરનાર.