________________
પરિચ્છેદ ૧
રહેતી નથી; અને તેને તે માત્ર પોતાના વિષયનું જ હિત સાધવાનું હોય છે. આ રીતે શું (કેઈ એક) કલાને તેની પિતાની કે બીજી કલાની કશી જરૂર જ પડતી નથી ? કારણ દરેક કલા સાચી હોયએટલે કે પૂર્ણ અને ક્ષતિ વગરની હોય–ત્યાં સુધી, શુદ્ધ અને દેવરહિત રહે છે. તમારા નિયત અર્થમાં જ આ શબ્દો સ્વીકારજે, અને હું ખરે છું કે નહિ એ કહે.
હા, એ સ્પષ્ટ છે.
(૪) ત્યારે આયુર્વેદ આયુર્વેદના હિતને વિચાર કરતું નથી, પણ શરીરના હિતને વિચાર કરે છે.
તેણે કહ્યુંઃ ખરું.
અને અશ્વવિદ્યા અશ્વવિદ્યાના હિતને વિચાર કરતી નથી, પણ અશ્વના હિતને વિચાર કરે છે, તે જ રીતે બીજી કઈ કલાઓ પોતાના વિશે ચિંતા કરતી નથી, કારણ (પોતે સંપૂર્ણ છે તેથી) તેમને કશી જરૂરિયાત હોતી નથી; તે તો પોતાની કલાને જે વિષય છે તેની જ ચિંતા કરે છે.
તેણે કહ્યું ખરું.
પણુ, ઍસિમેકસ, દરેક કલા તેના ક્ષેત્ર x કરતાં અધિક પ્રબળ છે, અને પિતાના ક્ષેત્ર પર શાસન કરે છે, ખરું ને?
તેણે ઘણું જ અનિચ્છાપૂર્વક આ કબૂલ રાખ્યું.
મેં કહ્યું કે ત્યારે કોઈ પણ શાસ્ત્ર કે કલા વધારે બલવાન કે અધિક પ્રબળના હિતને નહિ, પરંતુ (પિતાના) ક્ષેત્રx (પ્રજા)ને અને (૬) (એટલે કે) વધારે નબળાંના હિતને વિચાર કરે છે, અને તે ( અનુસાર) આદેશ આપે છે.
* હિત, ચેય : Interest
* અંગ્રેજીમાં Subject શબ્દ છે. આનો અર્થ “વિષય” તેમજ “પ્રજા” પણ થાય છે. આપણી પરંપરાને શબ્દ “ક્ષેત્ર".