________________
પરિચ્છેદ ૧
' કહ્યું? હા, જ્યારે તમે એમ કબૂલ કર્યું કે શાસનકર્તા ખલન ન જ કરે એમ નહિ, પરંતુ કોઈ વાર ભૂલ કરે પણ ખરે, ત્યારે મને એમ લાગ્યું કે તમારી માન્યતા એવી છે.
() સેક્રેટિસ, તમે તો મારા પર આરોપ ઠેકી બેસાડવા માગતા હે એ રીતે દલીલ કરે છે. દાખલા તરીકે તમે શું એમ માને છે કે જે માંદાઓની બાબતમાં ભૂલ કરે છે તે ભૂલ કરે છે તે જ વખતે વૈદ્ય છે ખરે? અથવા તે જ્યારે કોઈ ગણિતમાં અથવા વ્યાકરણની ભૂલ કરે છે, ત્યારે ભૂલ કરતી વખતે, ભૂલ કરે છે માટે, એ ગણિત કે વ્યાકરણશાસ્ત્રી છે? વૈદ્ય અથવા ગણિતશાસ્ત્રી અગર વૈયાકરણીએ ભૂલ કરી એમ આપણે બોલીએ છીએ એ ખરું, પણ એ તે માત્ર બોલવાની એક રીત છે; કારણ તથ્ય* એ છે કે ન તો વૈયાકરણ કે ન તે બીજો કોઈ નિપુણ માણસ, કદી પિતાના નામને ગુણ ધરાવતો હોય, તો ભૂલ કરી શકે. પિતાનું નૈપુણ્ય જૂઠું ન પડે ત્યાં સુધી એ ભૂલ કરતો નથી, અને જ્યારે કરે છે તે જ વખતે તે નિપુણ કલાકાર મટી જાય છે. કઈ પણ કલાકાર કે સંત કે શાસનકર્તા, પોતાના નામના ગુણ ધરાવતો હોય તે વખતે કદી ભૂલ કરતો નથી, જે કે સામાન્ય રીતે ભલે પછી એમ કહેવામાં (૬) આવે કે તે ભૂલ કરે છે અને બોલવામાં મેં આ સામાન્ય રીતનો જ સ્વીકાર કર્યો હતું. પરંતુ યથાર્થતા તરફ તમને આવો પ્રેમ છે તે, પૂર્ણ યથાર્થતાની ખાતર આપણે એમ કહેવું જોઈએ કે શાસનકર્તા, જેટલે અંશે તે શાસનકર્તા છે તેટલે અંશે ખલનશીલ નથી, અને (૩૪૧)
ખૂલનશીલ ન હોવાને લીધે, તેનું પિતાનું હિત જેમાં હોય તેવા જ હુકમ કાઢે છે; અને પ્રજાએ એ હુકમને અમલ કરવો જરૂરી છે; અને એટલા જ માટે, મેં પહેલાં કહ્યું હતું અને અત્યારે ફરીથી કહું છું કે, વધારે બળવાનનું હિત એ જ ધર્મ છે.
તદ્દન ખરું સિમેકસ, અને તમારા પર આરોપ મૂકવા માટે હું
તથ : Fact સત્ય : Truth,