________________
૨૭
૩૩૯
ન હોઈ શકે.
(૩૪૦) કલેઈફોન વચ્ચે બોલી ઊઠ્યોઃ હા. જે તમને તેના સાક્ષી થવાની છૂટ હોય તે.
પિલિમાર્કસે કહ્યું પણ સાક્ષીની કંઈ જરૂર જ નથી, કારણ ઍસિમેકસ પોતે જ કબૂલ કરે છે કે શાસનર્તાઓ પોતાના હિતમાં ન હોય એવા પણ હુકમે કઈ વાર કરે, અને તેમનું પાલન કરવું એ પ્રજાને ધર્મ છે.
હા, પોલિમાર્કસ–રૅસિમેકર્સે કહ્યું છે કે શાસનકર્તાઓના હુકમ માથે ચડાવવા એ પ્રજાને ધર્મ છે.
(૨) હા, કલેઈટોફેન, પરંતુ એણે એમ પણ કહ્યું છે કે વધારે બલવાનનું હિત એ ધર્મ છે, અને આ બન્ને વિધાનોને માન્ય રાખવા ઉપરાંત, એણે એમ પણ કબૂલ કર્યું છે કે વધારે બલવાન પિતાના હિત વિરુદ્ધનું આચરણ કરવાનો હુકમ પણ વધારે નબળા લેકને કરે, જેમાંથી એમ ફલિત થાય છે કે વધારે બલવાનનું હિત એ જેટલું ધર્મ છે; તેટલે જ (કોઈક વાર) વધારે બલવાનની હાનિ પણ ધર્મ છે.
કલેઈટાફને કહ્યું. પરંતુ પોતે જેને હિત સમજે છે તે જ વધારે બલવાનનું હિત એવો તેનો અર્થ હતા–અને વધારે નબળા લેકને એ પ્રમાણે જ આચરવાનું હતું, અને આ ધર્મ છે એમ તેનું કહેવાનું હતું.
પોલિમાર્કસે કહ્યું: એ શબ્દ એને નથી.
(૧) મેં જવાબ આપે : તેનું કંઈ નહિ. એ હતા તેમ જે એ હવે કહે છે તો એમનું કથન આપણે માન્ય રાખીશું. મેં કહ્યું : મને કહે, સિમેકસ, વધારે બલવાન જેમાં પોતાનું હિત છે એમ ધારે, પછી તેમાં ખરું હિત હોય કે ન હોય તો પણ તે ધર્મ છે એ તમારે અર્થ હતો ને?
તેણે કહ્યું : અવશ્ય નહિ. તમે શું એમ ધારે છે, કે જ્યારે વધારે બલવાન ભૂલ કરે તે જ વખતે એવા ભૂલ કરનારને હું વધારે બલવાન કહું ?