________________
પરિચ્છેદ ૧ ઉપયોગી થઈ પડે છે; પણ જ્યારે તમારે તે વાપરવાં હોય ત્યારે સંગીતની અથવા સૈનિકની કલાની તમને જરૂર પડશે.
અવશ્ય.
અને બીજી બધી વસ્તુઓનું પણ આમ જયારે તે બધી નિરુપયોગી હોય, ત્યારે ધર્મ ઉપયોગી છે, અને ઉપયોગમાં આવતી હોય, ત્યારે ધર્મ નિરુપયોગી થઈ રહે છે ?
અનુમાન એવું થાય છે.
(૬) ત્યારે ધર્મની કિંમત કંઈ બહુ ન કહેવાય, પણ આ વધારાના મુદ્દા વિશે આપણે વિચાર કરીએ.* મુક્કામુક્કીની રમતમાં કે ઝપાઝપીને કોઈ પણ પ્રસંગે જેને સારામાં સારે ફટકો લગાવતાં આવડતો હશે, તેને જ તે સારામાં સારી રીતે ખાળતાં આવડશે ખરું ને?
અને રોગને મટાડવામાં કે તેમાંથી બચવામાં જે સૌથી નિપુણ હશે તે જ તે રોગને ઉત્પન્ન કરવામાં સૌથી વધારે શક્તિમાન થશે ?
ખરું !
અને દુશ્મન પર જે કાઈ છાનોમાને હલ (૩૩૪) લઈ જઈ શકે, તે જ પિતાના પડાવનું સારામાં સારી રીતે રક્ષણ કરી શકે ખરું ?
અવશ્ય.
ત્યારે જે કઈ અમુક વસ્તુને સારી રીતે સાચવી શકે તે તેને સારે ચોર પણ થઈ શકે ?
અનુમાન એવું કરવું જોઈએ એમ હું ધારું છું.
ત્યારે ધર્મિષ્ઠ માણસ પૈસા સાચવવામાં સારે હોય તો તેની ચોરી કરવામાં પણ તે સારે હોય ?
દલીલમાં ગર્ભિત રીતે એનું સૂચન આવી જાય છે. ત્યારે છેવટે તે ધમિક માણસ એક ચોર નીકળે, અને * વિષયાંતર ૧.