________________
૨૩૫
મિત્ર જેવો દેખાય છે અને દુશ્મન વિશે પણ આપણે આનું આ કહી શકીએ.
જે સારા છે તે આપણું મિત્ર, અને જે ખરાબ છે તે આપણું દુશ્મન–એમ તમે દલીલ કરવા માગે છે કેમ ?
હી,
અને આપણે પહેલાં “મિત્રોનું ભલું કરવું અને દુશ્મનોનું નુકસાન કરવું” એમ જે સાદી રીતે કહ્યું, તે કરતાં આપણે વધારામાં એમ કહેવું જોઈએ કે મિત્રો સારા હોય ત્યારે તેમનું ભલું, અને દુશ્મને દુષ્ટ હોય ત્યારે તેમનું નુકસાન કરવું એ ધર્મ છે. *
() હા, એ ખરું હોય એમ મને લાગે છે. પણ ધર્મિષ્ઠ માણસેએ કોઈને જરા પણ ઈજા કરવી જોઈએ ખરી?
જેઓ દુષ્ટ અને દુશ્મન બન્ને હોય તેવાને તે તેમણે ઈજા કરવી જ જોઈએ.
જ્યારે ઘોડાને ઈજા થાય છે ત્યારે તેમને ઉત્કર્ષ થાય છે કે અપકર્ષ ? જે પાછળથી કહ્યું તે.
અપકર્ષ થાય એટલે કે ધોડાના સારા ગુણોને અપકર્ષ થાય છે, નહિ કે કુતરાઓના (ગુણોને)?
હા, ઘોડાના ગુને.
અને ઘોડાઓના નહિ પણ કુતરાઓના સારા ગુણેમાં કુતરાઓને અપકર્ષ થાય છે.
અલબત્ત,
() અને જ્યારે માણસને ઈજા કરવામાં આવે, ત્યારે માનવને જે ઉચિત ગુણ છે, તેને તેમનામાં અપકર્ષ થાય છે.
જરૂર. અને ધર્મ એ માનવને (વિશિષ્ટ) ગુણ છે. ખાત્રીથી. * વ્યાખ્યા ૩ નું વિશિષ્ટ રૂપ.