________________
પરિચ્છેદ ૧
ત્યારે જેમને ઈજા કરવામાં આવે, તેઓ અવશ્ય અધમ બને છે, ખરું ને ?
પરિણામ એ આવે.
પરંતુ કોઈ સંગીતશાસ્ત્રી પિતાની કલા દ્વારા લોકોને બેસૂર બનાવી શકે ખરો ?
અશક્ય.
અને ધર્મિષ્ઠ લેકે ધર્મ દ્વારા લેકેને અધમ બનાવી (૬) શકે ખરા, અથવા સામાન્ય શબ્દોમાં કહીએ તો, સારા માણસો પિતાના ગુણોને લીધે તેમને ખરાબ કરી શકે ખરા? *
ખચીત નહિ. જેમ ગરમીથી કંઈ ઠંડી ઉત્પન્ન કરી ન શકાય તેમ જ, નહિ? તેમ ન જ થઈ શકે. અથવા શુષ્કતાથી ભેજ ? સ્પષ્ટ છે કે નહિ જ. તેવી જ રીતે સારા માણસો કોઈને ઈજા ન કરી શકે? (એમ કરે તે તો) અશક્ય. અને જેઓ ધર્મિષ્ઠ છે તેઓ સારા છે! *
જરૂર.
- ત્યારે પિતાના મિત્રને કે બીજા કોઈને પણ ઈજા કરવાનું કામ ધર્મિષ્ઠ માણસનું ન હોઈ શકે, પણ તેનાથી ઉલટા અધર્મીનું જ હોઈ શકે?
સેક્રેટિસ, હું માનું છું કે તમે કહે છે એ તદ્દન ખરું છે. . (૬) ત્યારે જે કોઈ માણસ એમ કહે કે દેવું પાછું આપવું
* સરખાવો : ૩૭૯ વ. અધમ હોય તે બીજાને ઈજા કરે અને જેને ઈજા થાય તે પણ અધર્મી બને છે ? અને ધર્મિષ્ઠ માણસ કોઈને ઈજા કરતે નથી, તેથી બીજાઓને પણ તેમનું ભલું કરીને ધર્મિષ્ઠ બનાવે છે, એટલે કે ધર્મ આચરવાથી કોઈ ખરાબ થતું નથી, અને જે હાનિકારક નથી તે સારું પણ છે–વિગેરે.