________________
પરિચછેદ ૧ તેણે કહ્યુંઃ (તમે તે એ રીતે બેલે છે કે, જાણે આ બે બાબતો એકસરખી હોય નહિ
જવાબ આપે : સરખી કેમ નહિ ? અને તે સરખી ન હોય તોપણ, જેને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે તેને જે તે સરખી દેખાતી હોય, તો તમે અને હું તેને બોલવા ના કહીએ છતાં એ પોતે જે માને છે તે શું તેણે કહેવું ન જોઈએ ?
ત્યારે હું માની લઉં છું કે પ્રતિબંધિત ઉત્તરોમાંને એક તમે આપવાના છો ? • એમાં જોખમ તો છે, પણ જે વિચાર કર્યા પછી તેમાંના કેઈ સાથે હું સંમત થાઉં તો હું છાતી ઠોકીને કહું છું કે હું આવું પણ ખરો.
() તેણે કહ્યું : પરંતુ આમાંના કોઈ પણ જવાબ કરતાં ધર્મ વિશે કોઈ બીજે અને વધારે સારો જવાબ હું આપું તો ? તે તમને મારે શું કરી નાખવું?
મને શું કરવું?–એક અજ્ઞાન માણસને છાજે તેમ મારે વિવેકી પુરુષ પાસેથી શીખવું જોઈએ—મને શિખવવું એ જ એગ્ય છે.
શું ? અને પૈસા કંઈ નહિ આપવાના ! એ તો મજેનું !
મેં જવાબ આપો : મારી પાસે જ્યારે પૈસા આવશે ત્યારે હું આપીશ.
ગ્લાઉકોને કહ્યું : પણ સંકેટિસ, તમારી પાસે ક્યાં નથી ?–અને પ્રેસિમેકસ, તમારે પૈસા વિશે કંઈ ચિંતા કરવી નહિ, કારણ અમે બધા સોક્રેટિસ માટે ઉઘરાણું કરીશું.
(૪) તેણે જવાબ આપેઃ હા, અને પછી સેક્રેટિસ પેજ કરે છે તેમ કરશે – પિતે ઉત્તર આપવાની ના પાડશે, પણ બીજા કાઈને ઉત્તરને હાથ પર લેશે અને ચૂંથીને એના ટૂકડા કરી નાંખશે.
મેં કહ્યું : એમ કેમ? મારા ભલા મિત્ર; જે કશું જ જાણતો નથી, અને જાણતો નથી એમ કહે છે પણ ખરો, તે જવાબ કેવી રીતે આપી શકે ? અને ખાસ કરીને જેને પોતાના આછા વિચારો હોય