________________
૩૬
એ રીતે તે વસ્તુને શોધી કાઢવાનું અસંભવિત કરી મૂકતા હતા. અને અમે તો સેનાના કેટલાયે સિક્કાઓથી વધારે મૂલ્યવાન ધર્મ જેવી વસ્તુને શોધતા હતા, ત્યારે તમે એમ કહો છો કે અમે નબળા થઈ જઈ એકબીજાને નમતું આપતા હતા, અને સત્ય સુધી પહોંચવાને અમારાથી બની શકે તેટલે પ્રયાસ નહોતા કરતા ? ભલા ભાઈ, એમ નહિ. નમતું આપવાની અમારી તો ઘણીયે ઈચ્છા છે, અને એમ કરવા અત્યંત આતુર છીએ, પણ હકીકત એવી છે કે અમે તેમ કરી શકતા નથી. અને જો એમ હોય તો તમે જે બધા સર્વજ્ઞ છો તેમણે અમારા તરફ ગુસ્સે થવાને બદલે અમારી દયા ખાવી જોઈએ.
(૩૩૭) માત્સર્યથી હસતાં તેણે કહ્યું: સેક્રેટિસના સ્વભાવ જેવા જ બરાબર આ શબ્દો એ તે વક્રોક્તિથી ભરેલી તમારી રીતે જ છે! શું પહેલેથી જ હું નહોતો જાણતો એને! શું મેં તમને કહી દીધું નથી કે (સેક્રેટિસને) જે કંઈ પૂછવામાં આવે, તો જવાબ આપવાની તે ના પાડશે અને પોતે જવાબ આપવામાંથી બચી જાય તે માટે વક્રોક્તિ કે બીજી ગમે તે યુક્તિ એ અજમાવશે
મેં જવાબ આપેઃ સિમેકસ, તમે તે એક ફિલસૂફ છો, અને બહુ સારી રીતે જાણે છે કે તમે કઈ માણસને પૂછો કે કઈ કઈ સંખ્યાના ગુણકારથી બારને આંકડે આવે, (૪) અને તમે જેને પૂછો એને છ દુ, અથવા ચાર તરી, કે બે છક અથવા ત્રણ ચેક એમને એકે જવાબ આપતાં તેની સામે સંભાળપૂર્વક પ્રતિબંધ મૂકા, કારણ આવું અર્થ વગરનું મારી આગળ નહિ ચાલે’–પ્રશ્ન પૂછવાની તમારી રીત જે આવી હોય, તે એટલું સ્પષ્ટ છે કે કોઈ તમને જવાબ આપી નહિ શકે. પણ ધારો કે એ તમને એમ ટોણે મારે છે કે, સિમેકસ તમારો અર્થ શો છે ? જે સંખ્યાઓ સામે તમે પ્રતિબંધ મૂકે છે તેમાંની ગમે તે એક જે પ્રશ્નને ખરો જવાબ હોય, તે જે સંખ્યા ખરી નથી તેવી કોઈ બીજી સંખ્યા મારે ખોટી રીતે કહેવી ? – શું એ તમારો અર્થ છે?” (૪) તમે આને શું જવાબ આપશે ?