________________
૩૩૫
એ ધર્મ છે, અને મિત્રોનું ભલું કરવું, ને દુશ્મનનું અનિષ્ટ કરવું એ ધર્મિષ્ઠ માણસનું મિત્રો પ્રત્યેનું અને દુશ્મને પ્રત્યેનું ઋણ છે–આમ કહેવું વિવેકભરેલું નથી. કારણ, સ્પષ્ટ રીતે સાબીત થઈ ચૂકયું છે તેમ, જે કઈ પણ સંજોગોમાં બીજાને ઈજા કરવી એ ધર્મ ન હોઈ શકે, તો તેમ કહેવું ખરું નથી.
પલિમાર્કસે કહ્યું હું તમારી સાથે સંમત છું.
ત્યારે સાઈમનાઈડિઝ, બીઆસ, અથવા પિટ્ટાકસ અગર બીજા કઈ વિવેકી પુરુષ કે દષ્ટ પર એવી ઉક્તિ કેાઈ લાદવા માગે, તે તેની સામે તમે અને હું બાથ ભીડવાને તૈયાર જ છીએ, ખરું ને?
તેણે કહ્યું : તમારા પડખે ઊભા રહી લડત ચલાવવા હું તદ્દન તૈયાર છું.
(૩૩૬) એ ઉક્તિ હું કોની માનું છું એ તમને કહું ? કોની ?
હું માનું છું કે “મિનું ભલું કરવું અને દુશ્મનને ઈજા કરવી” એનું નામ જ ધર્મ એમ જેણે સૌથી પહેલાં કહ્યું તે કાં તે પિરિયેન્ડર, અથવા પરડિક્કાસ કે ઝર્ઝસિસ અથવા ઈમેનિયસ ધી થીબન, અથવા તો, જેને પોતાની શક્તિ માટે બહુ મોટો અભિપ્રાય હતો એવો કઈ બીજો ધનવાન અને સમર્થ માણસ હોવો જોઈએ.
તેણે કહ્યું : સૌથી સાચું.
મેં કહ્યું : હા; પણ ધર્મની આ વ્યાખ્યા જે પડી ભાંગે છે, તે બીજી કઈ આપી શકાય ?
(a) ચર્ચા દરમિયાન સિમેકસે કેટલીયે વાર પોતે દલીલ કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ અંતે શું આવે છે તે સાંભળવાની બીજાઓની ઈચ્છા હોવાથી તેને બોલવા દેવામાં આવ્યો નહોતો. પરંતુ
જ્યારે પલિમાર્કસે અને મેં બેસવું બંધ કર્યું અને વાતમાં વિરામ આવ્યું, ત્યારે એ જરા પણ મુંગે રહી શક્યો નહિ; અને જાણે અમને ખાવા ધાતો હોય તેમ પિતાની શક્તિઓ એકઠી કરીને એક