________________
પરિચછેદ ૧
અને જે દરિયાઈ મુસાફરી કરવા નીકળ્યા નથી તેને સુકાનીની જરૂર પડતી નથી.
ના.
ત્યારે શાંતિના સમયમાં ધર્મને કંઈ પણ ઉપયોગ નહિ રહે, ખરું? હું જરા પણ એમ માનતો નથી.
(૩૩૩) (ત્યારે) શાંતિ તેમ જ લડાઈને વખતે ધર્મ ઉપયોગી થઈ શકે એમ તમે માને છે, નહિ?*
હા.
અનાજ મેળવવું હોય તે જેમ ખેતીની જરૂર પડે તેમ ?
હા.
અથવા કોઈને જેડાની જરૂર હોય, તો મોચીને ધંધે ઉપયોગી થઈ પડે, તેમ–તમારા કહેવાને અર્થ તે જ છે ખરું ?
હી.
અને એ જ રીતે શાંતિના સમયમાં ધર્મને કો ઉપયોગ હોઈ શકે, અથવા શું સાધવા એ શક્તિમાન છે ?
સેક્રેટિસ, કરારે કરવામાં ધર્મ ઉપયોગી થઈ પડે છે. અને કરારે એટલે ભાગીદારી ખરું ને ? એ જ.
(૨) પણ વાઘબકરીની રમતમાં એક નિપુણ રમનાર વધારે સારે ભાગીદાર થઈ શકે કે એક ધર્મિષ્ઠ માણસ ?
નિપુણ રમનાર.
અને પથરા તથા ઈટાના ચણતરમાં એક કડિયા કરતાં ધર્મિષ્ઠ માણસ વધારે ઉપયોગી કે વધારે સારે ભાગીદાર થઈ શકે ખરે ?
તેનાથી ઊલટું જ છે:
તે પછી “હાપ” બજાવવામાં ધર્મિષ્ઠ માણસ કરતાં બહાપે બજાવનાર જ અચૂક વધારે સારે ભાગીદાર છે, ત્યારે કઈ જાતની ભાગીદારીમાં હાપે બજાવનાર કરતાં ધર્મિષ્ઠ માણસ વધારે સારે ભાગીદાર નીવડશે ?
* વ્યાખ્યા ૩,