________________
૪૪૨
એ ખચિત એ ઉત્તર આપે કે માનવ શરીરને આયુર્વેદ દવા, દારુ અને માંસ આપે છે.
અને પાકશાસ્ત્ર અનુસાર કઈ દેય અને ઉચિત વસ્તુ આપવામાં આવે છે, અને કોને ?
(૩) ખોરાકને સ્વાદિષ્ટ બનાવવામાં આવે છે અને ધર્મ કોને શું આપે છે?
સેક્રેટિસ, ઉપર કહેલાં દષ્ટાંત સાથેના સાદસ્યથી આપણે દેરાઈએ, તે ધર્મ એક એવી કલા છે, કે જે દુશ્મનને અનિષ્ટ અને મિત્રોને ઈષ્ટ અપે છે.*
ત્યારે ધર્મને અર્થ આ છે કેમ ? હું એમ માનું છું.
અને માંદગીને વખતે શત્રુઓનું અનિષ્ટ અને મિત્રોનું ઇષ્ટ સૌથી વધારે સાધવાને કાણુ શક્તિમાન છે?
વૈદ્ય
(૬) અને દરિયાના જોખમમાં જ્યારે તેઓ મુસાફરી કરતા હોય, ત્યારે ?
સુકાની.
અને કેવાં કામો કરીને અથવા કયાં પરિણામને દૃષ્ટિ સમક્ષ રાખીને ધર્મિષ્ઠ માણસ પોતાના દુશ્મનને સૌથી વધારે નુકસાન અને મિત્રોને સૌથી વધારે ફાયદો કરી શકે ?
એકની સામે લડાઈ જાહેર કરીને અને બીજાની સાથે મિત્રાચારીના કેલકરાર કરીને.
પણ પ્રિય પિલિમાર્કસ, જ્યારે માણસ તંદુરસ્ત હોય ત્યારે તેને વૈદ્યની જરૂર પડતી નથી.
ના.
ખોરાકને સવાદ અર્પવામાં આવે છે–એમ શબ્દશ: થાય. અહીં ખોરાક વિષય અને સ્વાદ એ દેય અથવા ઉચિત વસ્તુ
* વ્યાખ્યા ૨,