________________
૩૩૧
(૪) તેણે જવાબ આપે ? તમે તદન ખરું કહે છે, - કહ્યું : તો પછી સાચું બોલવું અને પિતાનાં દેવાં પતાવવાં, એવી ધર્મની વ્યાખ્યા ખરી નથી.
પિલિમાર્કસ વચ્ચે બોલી ઊઠ્યોઃ સાઈમનાઈડિસનું કહેવું આપણે માનીએ, તો, સેક્રેટિસ, એ ખરું છે.
સેફેલસે કહ્યુંઃ મને લાગે છે મારે હવે જવું જોઈએ, કારણ હોમહવનનાં કર્તવ્ય મારે તો ન ચૂકાય; અને આ ચર્ચા પિલિમાર્કસ અને બીજા જે બેઠા છે તેમને હું સોંપતો જાઉં છું.
મેં કહ્યું : પોલિમાર્કસ તમારે વારસ જ છે ને?
તેણે જવાબ આપે : જરૂર, અને હેમ થતો હતો તે બાજુ એ હસતો હસતો ચાલ્યા ગયે.
() અરે દલીલના વારસ! ધર્મ વિશે સાઈમનાઈ ડિઝે જે કંઈ કહ્યું છે, અને જે ખરું છે એમ હું માને છે, એ ત્યારે તું મને કહે.
તેણે કહ્યું છે કે દેવું પતાવવું એ ધર્મ છે, અને એમ બેલવામાં એ ખરું કહે છે એમ મને લાગે છે.
એવા શાણા અને પ્રતિભાશાળી માણસનાં વચન પર મને શંકા ઉપજે તે ખાતર હું દિલગીર છું, પરંતુ એને અર્થ કદાચ તમને સ્પષ્ટ હશે પણ મને સ્પષ્ટથી ઉલટે છે. કારણ આપણે હમણાં જ કહેતા હતા તેમ એને કહેવાનો ભાવાર્થ એ હોઈ જ ન શકે, કે જ્યારે કોઈ માણસનું મગજ ઠેકાણે ન હોય, ત્યારે એણે સાચવવા આપેલાં હથિયાર કે બીજી કોઈ પણ વસ્તુ તે માગે એટલે મારે પાછી આપવી. (૩૩૨) અને છતાં એ ન્યાસ એક પ્રકારનું દેવું છે એની ના પાડી નહિ શકાય.
ખરું.
* સાઈમનાઈ ડિઝ : કહેવતરૂપ થઈ પડેલાં ઘણાં સુભાષિતે ગ્રીક પ્રજામાં સાઈમનાઈ ડિઝનાં રચેલાં મનાતાં હતાં.