________________
૩૩૦
છે, અથવા લેખકને પિતાનાં કાવ્ય પ્રત્યે જે મમતા બંધાય છે, તેને મળતે, સ્વયં ઉપાર્જિત મિલક્ત પિતાની જ કૃતિ છે એ તરીકેનો. પૈસા પ્રત્યેને બીજે વધારાને પ્રેમ જેમણે જાતે સંપત્તિ મેળવી છે તેમનામાં હોય છે. અને આથી તેમની સોબત કંઈ લાભકારક નથી નીવડતી, કારણ દ્રવ્યનાં ગુણગાન ગાયા સિવાય તેઓ બીજી કશી વાત કરી શકતા નથી.
તેણે કહ્યું એ ખરું છે.
() હા, એ સાવ સાચું છે, પણ હું બીજે પ્રશ્ન પૂછું ? તમારી સંપત્તિને લીધે તમને મોટામાં મોટો કર્યો લાભ થયો છે એમ તમે માને છે ?
તેણે કહ્યું : બીજાઓના મનમાં જે હું જલદી ન ઠસાવી શકું એ એક લાભ થયો છે. કારણ, સેક્રેટિસ, મને એટલું તો કહેવામાં દે કે પોતે મૃત્યુની નજીક જ છે એમ જ્યારે માણસ માને છે, ત્યારે પહેલાં કદી નહિ અનુભવેલી ચિંતા અને બીક એનાં મનમાં પેસે છે; મોત પછીની નીચલી દુનિયાની, અને અહીં કરેલાં કર્મો માટે ત્યાં જે શિક્ષા કરવામાં આવે છે (૬)–તેની વાતે અત્યાર સુધી એને મન એક હસવાનો વિષય હતો; પણ હવે એ બધું કદાચ સત્ય હોય એવા વિચારે તે પીડાય છે: કાં તો વૃદ્ધાવસ્થાની નબળાઈને લીધે, અથવા એ સ્થાનની વધારે નજીક એ જ જાય છે તે કારણે, આ બાબતનું દશ્ય તેની સમક્ષ વધારે સ્પષ્ટતાથી ખડું થાય છે; સંશય અને ભીતિઓ ઉપરાઉપરી ટોળાબંધ તેના મનમાં ઉભરાય છે, અને બીજાઓનું જે કંઈ અનિષ્ટ કર્યું હોય તેની તે આલોચના કરે છે, અને તે વિશે વિચાર કરે છે. અને જ્યારે એને સમજાય છે કે પિતાના પાપને સરવાળો મેટો છે, ત્યારે બાળકની જેમ બીકથી ઊંઘમાં ઘણી વાર તે ચમકી ઊઠે છે અને ભવિષ્ય વિશેના નબળા વિચારે તેને પીછો છોડતા નથી. પણ પોતે પાપ કર્યા છે એવું (૩૩૧) જે માણસનું ભૂતકાલનું દર્શન નથી, તેની વૃદ્ધાવસ્થામાં તે, પિન્ડારે