________________
પરિચ્છેદ ૨
ગાળો ભાંડો અને કહે કે તે પિતાના ગુણોને લઈને નહિ પણ એથિનિયન હિત માટે પ્રખ્યાત થઈ શક્યો–એના જવાબમાં ચેમિસ્ટોકિલસે જે કહ્યું તે જ જવાબ હું તેમને આપી શકું?
(૩૩૦) “જે તું મારા દેશને વતની હોત, અને હું તારા દેશને હોત, તો આપણે બેમાંથી એકે પ્રખ્યાત થઈ શક્યો ન હોત.” અને જેઓ શ્રીમંત નથી તથા વૃદ્ધાવસ્થાથી કંટાળી ગયા છે તેમને એ જ ઉત્તર આપી શકાય; કારણ સદાચારી પણ ગરીબ માણસ પર વૃદ્ધાવસ્થાને બીજે કંઈ ઓછો પડતો નથી, તેમજ દુષ્ટ શ્રીમંત માણસને જુવાનીમાં કે ઘડપણમાં કદાપિ શાંતિ મળી શકતી નથી.
સેફેલસ, હું એક પ્રશ્ન પૂછું ? તમારી મૂડી તમને વારસામાં મળેલી કે તમારી આપકમાઈની છે?
(8) આપ કમાઈની, સેકેટિસ, હું કેટલું કમાયો એ તમારે જાણવું છે ? પૈસા કમાવાની કળામાં હું મારા બાપ અને દાદાની મધ્યમાં છું. કારણ મારા દાદા, જેમના પરથી મારું નામ પાડવામાં આવ્યું છે તેમને અત્યારે મારી મિલકત છે તેટલું વારસામાં મળેલું, પણ તેમણે તે મિલકતને બમણી અને ત્રણગણી કરી; પણ મારા બાપ લિસેનિયસે એ અત્યારે છે તેના કરતાં ઓછી કરી નાંખેલી અને આ મારા પુના માટે, મને મળેલું તેથી ઓછું નહિ, પણ જરા વધારે મૂકતો જાઉં, તે તેટલાથી હું સંતુષ્ટ છું.
મેં જવાબ આપ્યો : મેં તમને એટલા માટે જ આ પ્રશ્ન પૂછળ્યો હતો. કારણ મને લાગે છે કે તમે લક્ષ્મી વિશે ઉદાસીન (૪) છે; અને જેમને જાતે પૈસા કમાવા પડયા હોય તેમના કરતાં જેમને બાપકમાઈની મિલક્ત મળી હોય તેમનામાં આ ખાસિયત વધારે રહેલી હોય છે. ઉપયોગ અને નફે કરી શકાય તે કારણે પૈસા તરફ જે સ્વાભાવિક પ્રેમ થાય છે તે સાધારણ માણસમાં તેમ જ જેમણે જાતે મિલકત એકઠી કરી છે તેમનામાં સમાન હોય છે; પરંતુ આ ઉપરાંત, માબાપને પિતાનાં છોકરાં તરફ જે વહાલ હોય