________________
૩૨૮
મેં જવાબ આપેઃ ઘોડેસવારની! એ વળી નવી નવાઈ. શું ઘોડેસવારે દેડતાં દોડતાં બળતી મશાલે પહેલે બીજાને અને બીજે ત્રીજાને એમ આપશે ?
પિલિમાર્કસે કહ્યુંઃ હા, અને એટલું જ નહિ પણ રાત્રે એક મોટો ઉત્સવ ઉજવાશે; એ તમારે તે જરૂર જો જોઈએ. આપણે વાળુ કરીને તરત પાછી આ ઉત્સવ જેવા આવીશું, જુવાનિયાઓ
ત્યાં ભેગા મળશે, અને વાતો કરવાની ત્યાં મઝા પડશે. તમે હા–ના (a) ન કરે અને રેકાઈ જાઓ.
ગ્લાઉકોને કહ્યુંઃ તમે આગ્રહ કરે છે, એટલે અમારે રોકાવું જ રહ્યું ને ! ' કહ્યુંઃ બહુ સારું.
અને અમે પિલિમાર્કસની સાથે એને ઘેર ગયા; અને ત્યાં એના ભાઈઓ લિસિયસ અને યુથિડેમસ, અને તેમની સાથે કેલ્હનિયાને સિમેકસ, પિયુનિયન કાર્મેન્ટાઈડિઝ અને એરિસ્ટોનિમસને પુત્ર કલેઈટફોન એટલાને અમે જોયા. પોલિમાર્કસના પિતા સેફેલસ જેમને હું ઘણા વખતથી મળ્યો નહતો તે પણ ત્યાં હતા, અને મને એ ઘણા જ ઘરડાઈ ગયેલા લાગ્યા. ગાદીવાળી ખુરશી પર એ બેઠા હતા, ફળિયામાં તેમણે હોમ કરેલ, તે વખતની (૧) ફૂલની માળા હજી એમના માથા પર હતી. અને ખંડમાં અર્ધગોળાકારમાં બીજી ખુરશીઓ ગોઠવી હતી ત્યાં તેમની પાસે જઈ અમે બેઠા. ઉત્સુકતાથી એમણે મને નમસ્કાર કર્યા, અને પછી કહ્યું :
તમારે તો મને મળવા ઘણી વાર આવવું જોઈએ, પણ તમે નથી આવતા. જે બહાર જઈ તમને મળવા આવવા જેટલી મારામાં હજી શક્તિ હોત, તો મને મળવા આવવાનું હું તમને ન કહેત, પણ આટલી ઉમ્મરે શહેર સુધી મારાથી ભાગ્યે આવી શકાય, અને તેથી તમારે અવારનવાર પિરેઈસ આવવું જોઈએ. કારણ, (૬) મને કહેવા દે કે જેમ જેમ ઈદ્રિનાં સુખભેગ ઓસરે છે, તેમ તેમ વાર્તાલાપને આનંદ અને આકર્ષણ વધતાં જાય છે. તો પછી